ઓગષ્ટ મહિનાના તમામ તહેવારો પર “કોરોના”એ લગાવી બ્રેક, વાંચો ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ શું કરી જાહેરાત

New Update
ઓગષ્ટ મહિનાના તમામ તહેવારો પર “કોરોના”એ લગાવી બ્રેક, વાંચો ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ શું કરી જાહેરાત

શ્રાવણ મહીનામાં હીંદુ સમાજના તહેવારોની શરૂઆત થઇ ચુકી છે ત્યારે રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ એક મહત્વની જાહેરાત કરી છે. ઓગષ્ટ મહીનામાં આવતાં તમામ તહેવારોની ઉજવણી પણ આંશિક રોક લગાવી દેવામાં આવી છે. રાજયમાં સામુહિક રીતે તહેવારો ઉજવીી શકાશે નહિ અને આ સંદર્ભમાં ટુંક સમયમાં જાહેરનામુ બહાર પાડવામાં આવશે. 

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણના વ્યાપને અટકાવવા માટે લોકો સોશિયલ ડીસ્ટન્સ જાળવે તે ખુબ જરૂરી છે. ઓગષ્ટ મહિનામાં જન્માષ્ટમી સહિતના અનેક તહેવારો આવી રહયાં છે જેના કારણે લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ શકે છે. આવા સંજોગોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી શકે છે. આગામી દિવસોમાં આવી રહેલા ગણેશોત્સવ, તાજીયા સહિતના તહેવારો ઉજવવામાં ન આવે તેવી રજુઆતો સરકારને મળી હતી.આ સાથે રાજ્ય સરકારનું પણ માનવું છે કે, તહેવારોમાં લોકો ભેગા થશે તો કોરોના સંક્રમણ વધશે. જેથી ગણેશોત્સવ સહિત ઓગસ્ટ માસમાં આવતા હિન્દુ અને મુસ્લિમ સમાજના તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે મંડળો, પરિવારને ગણપતિ બેસાડવા હોય તેઓ પોતાના ઘરમાં બેસાડે અને તેનું વિસર્જન પણ પોતાના ઘરમાં કરે પરંતુ કોઇ પણ પ્રકારની શોભાયાત્રા કાઢી શકાશે નહીં. તેજ રીતે તાજીયાના પણ ઝુલુસ કાઢી શકાશે નહીં. આ ઉપરાંત કોઇપણ જાહેર તહેવારો સામૂહિક રીતે ઉજવી શકાશે નહીં. જે અંગેનું જાહેરનામું આગામી ટુંક દિવસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત શોભાયાત્રા, મેળાઓ તેમજ પગપાળા યાત્રા ઉપર પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. રાજ્યમાં દર વર્ષે ભરાતો તરણેતર, રામાપીર, ભાદરવી પુનમ, શ્રાવણી અમાસ તથા જન્માષ્ટમીના યોજાશે નહિમેળાઓમેળાઓ યોજાશે નહિ

Read the Next Article

દેશના વિવિધ ભાગોમાં ચોમાસાનો કહેર, દિલ્હી-NCR, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આપી ચેતવણી

દેશના વિવિધ ભાગોમાં ચોમાસાનો કહેર ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ​​(5 જુલાઈ) દિલ્હી-NCR, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં

New Update
yellq

દેશના વિવિધ ભાગોમાં ચોમાસાનો કહેર ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ​​(5 જુલાઈ) દિલ્હી-NCR, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે, પરંતુ ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવા અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.                                                                                 

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આજે (5 જુલાઈ)  છૂટછવાયો  વરસાદ પડી શકે છે. IMD અનુસાર, લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.  રાજસ્થાન ગુજરાત સહિત  ઉત્તરાખંડમાં ચોમાસુ સંપૂર્ણપણે સક્રિય છે. રુદ્રપ્રયાગ અને બાગેશ્વરમાં ઓરેન્જ એલર્ટ જાહેર  કરવામાં આવ્યું છે. બાગેશ્વરમાં બધી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ભૂસ્ખલન અને નદીના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે ઘણા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. કેદારનાથ યાત્રા પણ હાલ માટે બંધ કરવામાં આવી છે.                   

યુપી અને બિહારમાં હળવાથી મધ્યમ વરસાદ

ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ અને તેરાઈ પ્રદેશોમાં હળવા વરસાદની આગાહી છે, જ્યારે પશ્ચિમી જિલ્લાઓમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેશે. બિહારના ઘણા શહેરોમાં ભારે પવન સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

રાજસ્થાનમાં સતત મુશળધાર વરસાદ

રાજસ્થાનના કોટા, અજમેર અને પોખરણમાં 128  મીમી સુધી વરસાદ નોંધાયો છે. ઘણા બંધના દરવાજા ખોલવા પડ્યા છે. જોધપુર અને અજમેરમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.