રાજ્યમાં ફરી વકર્યો કોરોના : આજે સૌથી વધુ કોરોનાના 2360 કેસ નોંધાયા

રાજ્યમાં ફરી વકર્યો કોરોના : આજે સૌથી વધુ કોરોનાના 2360 કેસ નોંધાયા
New Update

રાજ્યમાં એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2360 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 9 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં હતા. આજે રાજ્યમાં 2004 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,90,569 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

રાજ્યામાં ચિંતાજનક વાત એ છે કે, એક્ટિવ કેસનો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 12610 પર પહોંચ્યો છે. જેમાંથી 152 લોકો વેન્ટિલેટર પર અને 12458 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.43 ટકા પર પહોંચ્યો છે. 

અમદાવાદ કોર્પોરેશનમાં 611, સુરત કોર્પોરેશનમાં 602, વડોદરા કોર્પોરેશનમાં 290 , રાજકોટ  કોર્પોરેશનમાં 172, સુરત 142, વડોદરા 51, રાજકોટ 36, ભાવનગર કોર્પોરેશન-34, નર્મદા 19, જામનગર કોર્પોરેશન 31, ગાંધીનગર કોર્પોરેશન 25, મહેસાણા 22, ગાંધીનગર 22,  ગાંધીનગર કોર્પોરેશન-25, મહીસાગર 14,  પાટણ-26, જામનગર-30,અમરેલી અને આણંદમાં 18-18 કેસ નોંધાયા હતા. 

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 49,45,649 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,65,395 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ 56,11,044 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,72,460 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

#Corona #CMO Gujarat #reported #Gujarat Corona Update #Gujarat Corona Case #CM Vijay Rupani #Gujarat Corona News #gujarat fight corona #2360 cases
Here are a few more articles:
Read the Next Article