નવી દિલ્હી સ્થિત રાજનાથ સિંહના પુત્ર ઉત્તરપ્રદેશના નોઈડમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પંકજ સિંહ કોરોમાં વાઇરસથી સંક્રમિત થયા છે. તેમણે ગઇકાલે કોરોનાના હળવા લક્ષણો દેખાતા કોરોના ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અને ડોક્ટરની સલાહ લઈ હોસ્પિટલમાં દાખલ થયા છે. આ સાથે તેમના સંપર્કમાં આવેલા લોકોને આઇસોલેટ થઇને તપાસ કરવા જણાવ્યું હતું.
પંકજસિંહ ટ્વીટ કરીને લખ્યું છે કે તેમણે કોરોનાના લક્ષણ દેખાતા ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોકટરની સલાહ અનુસાર તે હોસ્પિટલમાં દાખલ થયાં છે. મારી સલાહ છે કે, જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે. તે લોકો કૃપા કરીને આઇસોલેટ થઇને પોતાની તપાસ કરાવે.