કોરોના બેકાબૂ : રાજ્યમાં આજે 5469 નવા કેસ નોંધાયા, 54 દર્દીના થયા મોત

કોરોના બેકાબૂ : રાજ્યમાં આજે 5469 નવા કેસ નોંધાયા, 54 દર્દીના થયા મોત
New Update

રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 5469 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 54 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4800 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે 2976 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,15,127 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 27000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 27568 પર પહોંચ્યો છે. જેમાંથી 203 લોકો વેન્ટિલેટર પર અને 23365 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 90.69 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4800 પર પહોંચ્યો છે.

રાજ્યમાં આજે 54 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 19, સુરત કોર્પોરેશનમાં 16, વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-5, બનાસકાંઠા 2, સુરત 2, અમદાવાદ 1, ગાંધીનગર કોર્પોરેશન 1ન અને જામનગરમાં 1 નું મોત થયુ છે. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4800 પર પહોંચી ગયો છે.

રાજ્યમાં આજે 5469 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 1504,  સુરત કોર્પોરેશનમાં 1087, રાજકોટ કોર્પોરેશનમાં 405, સુરત 361,  વડોદરા કોર્પોરેશનમાં 277, જામનગર 189,  વડોદરા 139, મહેસાણા 127, પાટણ 124, જામનગર 123, રાજકોટ 70, ભાવનગર કોર્પોરેશન 68,  ગાંધીનગર-56, મોરબી 54, કચ્છ 53, નર્મદા 50, બનાસકાંઠા 49, નવસારી 47, દાહોદ 46,  ગાંધીનગર કોર્પોરેશન-45,   અમરેલી-42, જૂનાગઢ કોર્પોરેશન 42, ભરુચ 41, જૂનાગઢ 41, પંચમહાલ 40, ખેડા 39, સાબરકાંઠા 37, આણંદ 31, વલસાડ 31, ભાવનગર 29, અમદાવાદ 28, અરવલ્લી 28, સુરેન્દ્રનગર 28, બોટાદ 27,  મહીસાગર 26 અને દેવભૂમિ દ્વારકા 21 કેસ નોંધાયા છે.

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 80,55,986 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 10,67,733 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 91,23,719 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

#Connect Gujarat #CMO Gujarat #new cases #reported #Gujarat Corona Update #gujarat fight corona #Gujrat Corona Positive #Corona uncontrollable #54 patients died
Here are a few more articles:
Read the Next Article