કોરોના બેકાબૂ : રાજ્યમાં આજે 7410 નવા કેસ નોધાયા, 73 દર્દીઓના થયા મોત

New Update
કોરોના બેકાબૂ :  રાજ્યમાં આજે 7410 નવા કેસ નોધાયા, 73 દર્દીઓના થયા મોત

રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. રાજ્યમાં આજે અત્યાર સુધીના સૌથી વધુ 7410 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 73 લોકોનાં મોત થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક પાંચ હજારનની નજીક પહોંચી ગયો છે.

રાજ્યમાં આજે 2642 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,23,371 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 39 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 39250 પર પહોંચ્યો છે. જેમાંથી 254 લોકો વેન્ટિલેટર પર અને 38996 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 87.96 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4995 પર પહોંચ્યો છે.

રાજયમાં આજે 73 દર્દીઓના કોરોનાથી મોત થયા જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 24, સુરત કોર્પોરેશનમાં 24, રાજકોટ કોર્પોરેશન-7, વડોદરા કોર્પોરેશન-6, રાજકોટમાં-2, સાબરકાંઠા-2, અમદાવાદ, અમરેલી, ડાંગ, ગાંધીનગર, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, સુરત અને વડોદરામાં એક-એકના મોત થયા છે. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4995 પર પહોંચી ગયો છે.

રાજ્યમાં આજે 7410 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 2491, સુરત કોર્પોરેશનમાં 1424, રાજકોટ કોર્પોરેશનમાં 551, વડોદરા કોર્પોરેશનમાં 317, જામનગર કોર્પોરેશન 189, મહેસાણા 191, સુરત 231, બનાસકાંઠા 119, વડોદરા 135, જામનગર 119, ભરુચ-124, પાટણ -108, રાજકોટ-102, ભાવનગર કોર્પોરેશન-84, ભાવનગર-81, નવસારી-78, આણંદ- 76, પંચમહાલ-73, સુરેન્દ્રનગર-69, કચ્છ-68, ગાંધીનગર-62, દાહોદ-61, ગાંધીનગર કોર્પોરેશન-58, અમરેલી-55, જુનાગઢ કોર્પોરેશન-54, જુનાગઢ-52, ખેડા-51, મહીસાગર-49, મોરબી-41, સાબરકાંઠા-41, તાપી-41, વલસાડ-37, અમદાવાદ-35, અરવલ્લી-26,બોટાદ-26, ગીર સોમનાથ-23, નર્મદા-21, દેવભૂમિ દ્વારકા-20, છોટા ઉદેપુર-12, પોરબંદર-9 અને ડાંગમાં 6 કેસ નોંધાયા હતા.

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 85,29,083 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 12,03,465 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 97,32,548 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

Latest Stories