કોરોના બેકાબૂ : રાજ્યમાં આજે કોરોના કેસ સંખ્યા 13 હજારને પાર, 137 દર્દીના થયા મોત

New Update
Covid-19 :  રાજ્યમાં આજે 12064 નવા કેસ નોંધાયા, 13085 લોકોએ કોરોનાને આપી મ્હાત

રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. રાજ્યમાં પ્રથમ વખત 13,105 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 137 લોકોનાં મોત થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5877 પર પહોંચી ગયો છે.

રાજ્યમાં આજે 5,010 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,55,875 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ ની સંખ્યા વધીને 92 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 92084 પર પહોંચ્યો છે. જેમાંથી 376 લોકો વેન્ટિલેટર પર અને 91708 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 78.41 ટકા છે. 

રાજ્યમાં આજે 137 દર્દીઓના મોત થયા છે. જે પૈકી આજે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત  કોર્પોરેશનમાં 22,  રાજકોટ કોર્પોરેશન-10, વડોદરા કોર્પોરેશન-10,  સુરત-5, મહેસાણમાં 3, જામનગર કોર્પોરેશન-5,  બનાસકાંઠા-5, જામનગર-4, વડોદરા-4,  પાટણ-3, ભરૂચ 2,  ભાવનગર કોર્પોરેશન-3, ગાંધીનગર 2, ભાવનગર 3, જૂનાગઢ કોર્પોરેશન 2, જૂનાગઢ 2, દાહોદ 1, પંચમહાલ 1, વલસાડ 1, સુરેન્દ્રનગર 3, અમરેલી 1, અમદાવાદ 1, સાબરકાંઠા 5, મહીસાગર 1, મોરબી 4, રાજકોટ 4, ગીર સોમનાથ 2, અરવલ્લી 1, નર્મદા 1 અને દેવભૂમિ દ્વારકામાં 3ના મૃત્યુ થયા હતા. 

રાજ્યમાં આજે 13105 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 5142,  સુરત કોર્પોરેશનમાં 1958, રાજકોટ કોર્પોરેશન- 697, વડોદરા કોર્પોરેશન-598,  સુરત-518, મહેસાણા-444, જામનગર કોર્પોરેશન-336, બનાસકાંઠા-236,  જામનગર-228, કચ્છ-214, વડોદરા-183,  ગાંધીનગર કોર્પોરેશન-161, પાટણ-158,  ભરૂચ 157, ભાવનગર કોર્પોરેશન-148, ગાંધીનગર 115, ખેડા 114, નવસારી 107, ભાવનગર 106, તાપી 103, જૂનાગઢ કોર્પોરેશન 102, જૂનાગઢ 100, દાહોદ 97, પંચમહાલ 97, વલસાડ 95, સુરેન્દ્રનગર 87, અમરેલી 85, અમદાવાદ 84, સાબરકાંઠા 84, મહીસાગર 77, મોરબી 66, રાજકોટ 65, ગીર સોમનાથ 63, અરવલ્લી 55, નર્મદા 52, આણંદ 42, દેવભૂમિ દ્વારકા 39, પોરબંદર 34, છોટા ઉદેપુર 25, બોટાદ 19 અને ડાંગમાં 14 કેસ નોંધાયા છે

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 91,51,776 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 17,07,297 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,08,59,073 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. 

Latest Stories