Covid-19 : રાજ્યમાં આજે 11,592 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 117 લોકોના થયા મોત

New Update
Covid-19 : રાજ્યમાં આજે 14605 નવા કેસ નોધાયા,10180 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં આજે કોરોના વાયરસના 11,592 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે કોરોના સંક્રમણના કારણે 117 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8511  પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 14931  લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,47,935 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,36,158 પર પહોંચ્યો છે. જેમાંથી 792 લોકો વેન્ટિલેટર પર અને 1,35,366 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 79.11  ટકા છે.  

Advertisment

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 19,  સુરત કોર્પોરેશન-8,  વડોદરા કોર્પોરેશન 7,  મહેસાણામાં 4, વડોદરા 5,    જામનગર કોર્પોરેશમાં 8, રાજકોટ કોર્પોરેશન 5,  જૂનાગઢ 5, સુરત 3,  બનાસકાંઠા 2,  પંચમહાલ 1, રાજકોટ 6, દાહોદ 1, કચ્છ 4, જામનગર 6, જૂનાગઢ કોર્પોરેશન 3,   ભાવનગર કોર્પોરેશમાં 4, ગીર સોમનાથમાં-2, અમરેલી 2, મહીસાગર 1, ખેડા 2, આણંદ 0, સાબરકાંઠા 3, ગાંધીનગર 0, પાટણ 2, અરવલ્લી 0, ભાવનગર 0, વલસાડ 0,  ગાંધીનગર કોર્પોરેશન 1, ભરૂચ 2, સુરેન્દ્રનગર 2,  નવસારી-0, નર્મદા 1,   દેવભૂમિ દ્વારકા-2, છોટા ઉદેપુર 2,  અમદાવાદ 1, મોરબી 0, બોટાદમાં 1, પોરબંદર 1, તાપી 1 અને ડાંગ 0 મોત સાથે કુલ 117 લોકોના મૃત્યુ થયા છે.

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3194,  સુરત કોર્પોરેશન-823,  વડોદરા કોર્પોરેશન 751,  મહેસાણામાં 507, વડોદરા 479,    જામનગર કોર્પોરેશમાં 333, રાજકોટ કોર્પોરેશન 319,  જૂનાગઢ 284, સુરત 269,  બનાસકાંઠા 266,  પંચમહાલ 254, રાજકોટ 253, દાહોદ 246, કચ્છ 244, જામનગર 232, જૂનાગઢ કોર્પોરેશન 230,   ભાવનગર કોર્પોરેશમાં 214, ગીર સોમનાથમાં-200, અમરેલી 183, મહીસાગર 181, ખેડા 164, આણંદ 157, સાબરકાંઠા 156, ગાંધીનગર 152, પાટણ 151, અરવલ્લી 133, ભાવનગર 124, વલસાડ 123,  ગાંધીનગર કોર્પોરેશન 117, ભરૂચ 115, સુરેન્દ્રનગર 113,  નવસારી-108, નર્મદા 90,   દેવભૂમિ દ્વારકા-87, છોટા ઉદેપુર 81,  અમદાવાદ 69, મોરબી 67, બોટાદમાં 38, પોરબંદર 38, તાપી 35 અને ડાંગ 12  કેસ સાથે કુલ  11592 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 

વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,03,94,150  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 33,55,185  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,37,49,335 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 29,817 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 35,180 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,32,466 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.