કોવિડ-19 : સુરતમાં આજે કોરોનાના 745 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 4 લોકોના મોત

કોવિડ-19 : સુરતમાં આજે કોરોનાના 745 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 4 લોકોના મોત
New Update

સુરતમાં કોરોના વાઇરસમાં રાફડો ફાટ્યો એક જ દિવસમાં 745 પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરત સિટીમાં નવા 609 કેસ નોંધાયા સુરત ગ્રામયમાં નવા 136 કેસ નોંધાય છે. ચાર કોરોના સંક્રમિત દર્દીના મોત નિપજ્યા છે. સુરતમાં અત્યાર સુધીમાં 1161 કોરોના દર્દીના મોત થયા છે. આજે સુરતમાં 454 દર્દી સાજા થઈ ડિસ્ચાર્જ થયા છે. સુરતમાં હાલમાં 3352 કેસ એકટિવ છે.

શહેરમાં ટેક્સ્ટાઇલ માર્કેટ ડાયમંડ ઉદ્યોગ સુપર સ્પ્રેડર્સ બન્યા છે. ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ સહિત કામ કરતા વર્કરો કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. સાથે જ હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ સહિત રત્નકલાકારો પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે

સુરતમાં દિનપ્રતિદિન કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આજે કોરોનાના કેસ રેકોર્ડ બ્રેક આવ્યા છે. એક જ દિવસમાં 745 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે અને 4 લોકોના મોત નિપજ્યા છે બે દિવસમાં 8 લોકોના મોત નિપજ્યા છે સૌથી વધુ કેસ અઠવા,રાંદેર, લીંબયાત,ઉધના ઝોનમાં નોંધાઈ રહિયા છે. આજે અઠવા ઝોનમાં 120,રાદેર ઝોનમાં 92, લીંબયાત ઝોનમાં 91 અને ઉધના ઝોનમાં 74 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે સાથે જ સેન્ટ્રલ ઝોનમાં 53, વરાછા ઝોન-એ માં 65, વરાછા ઝોન-બીમાં 47 અને કતારગામ ઝોન 67 મળી કુલ સિટીમાં 609 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે. 4 લોકોના મોત નિપજ્યા છે.

 શહેરમાં કુલ 874 મોતનો આંકડો નોંધાયો છે. જ્યારે સિટીમાં કુલ અત્યાર સુધીમાં 47248 દર્દી નોંધાયા છે. આજે 422 લોકો ડિસ્ચાર્જ છે. અત્યાર સુધી 43976 દર્દી સાજા થઈ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.  શહેરમાં રિકવરી રેટ 93.09 ટકા નોંધાયો છે. જ્યારે આજે સુરત ગ્રામયમાં નવા 136 કેસ નોંધાય છે. આજે 32 લોકો ડિસ્ચાર્જ  થયા છે. અત્યાર સુધીમાં 14347 પોઝિટિવ દર્દી નોંધાઈ ચુક્યા છે. 13096 લોકો લોકો ડિસ્ચાર્જ  થયા છે. અત્યાર સુધીમાં ગ્રામયમાં 287 દર્દીના મોત થયા છે શહેર અને જિલ્લા મળી કુલ આજે 745 દર્દી નોંધાયા છે 3352 કેસ એકટિવ છે

કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા કુલ 31791 લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે

#Covid 19 #Surat News #Surat Collector #corona reported #Surat Corona Case #Surat COVID 19 #Surat Fight Corona
Here are a few more articles:
Read the Next Article