New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/20220512/Positive-blood-test-result-for-the-new-rapidly-spreading-Coronavirus-shut.jpg)
રાજ્યમાં કોરોના વાયરસની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં આજે 1120 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને 16 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9906 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 3398 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 96.07 ટકા છે.
રાજ્યમાં અત્યાર સુધી 7,82,374 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 22110 પર પહોંચ્યો છે. જેમાંથી 412 દર્દી વેન્ટિલેટર પર અને 21698 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.07 ટકા છે.
Latest Stories