/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/06114132/Corona-test.jpg)
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક હજારથી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 996 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 15 દર્દીના મોત થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9921 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 3004 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 7,85,378 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 20087 પર પહોંચ્યો છે. જેમાંથી 382 દર્દી વેન્ટિલેટર પર અને 19705 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.32 ટકા છે.
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 142, વડોદરા કોર્પોરેશનમાં 132, સુરત કોર્પોરેશન 81, વડોદરા 79, રાજકોટ કોર્પોરેશન 49, વડોદરા 93, જૂનાગઢ 48, સુરત 46, ગીર સોમનાથ 41, ભરુચ 36, રાજકોટ 28, આણંદ 26,જામનગર કોર્પોરેશન 25, અરવલ્લી 21, ખેડા 20, નવસારી 17, વલસાડ 16, બનાસકાંઠા 15, કચ્છ 15, મહેસાણા 15, મહીસાગર 14, અમરેલી 13, જૂનાગઢ કોર્પોરેશન 13, ભાવનગર 12, જામનગર 11, પંચમહાલ 10, સાબરકાંઠા 10, ગાંધીનગર કોર્પોરેશન 8, પોરબંદર 8, અમદાવાદ 7, ભાવનગર કોર્પોરેશન 7, દેવભૂમિ દ્વારકા 7, ગાંધીનગર 5, મોરબી 5, પાટણ 4, સુરેન્દ્રનગર 3, છોટા ઉદેપુર 2, નર્મદા 2, તાપી 2, દાહોદ 2, બોટાદ 0 અને ડાંગમાં 0 કેસ સાથે કુલ 996 કેસ નોંધાયા છે.
અમદાવાદ કોર્પોરેશ 4, વડોદરા કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરામાં 1, સુરતમાં 2, રાજકોટમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1, અમરેલીમાં 1, સાબરકાંઠામાં 1, ભાવનગર કોર્પોરેશન 1 અને નર્મદામાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 15 દર્દીઓના મોત થયા છે.
રાજ્યમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 2,63,507 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.