IPL 2021માં આજની મેચ માત્ર બે ટીમોની જ નહીં, પણ બે ખેલાડીઓની વચ્ચે છે. જો આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે છે, તો એમ.એસ. ધોની અને ઋષભ પંત વચ્ચે પણ છે. આઈપીએલ 2021ની આ બીજી મેચ છે, જ્યારે ચેન્નઈ અને દિલ્હીની પ્રથમ મેચ છે.
દિલ્હી અને ચેન્નાઈના પ્રયત્નો પણ એક સરખા છે, કે તેમની વધુ સારી પ્લેઇંગ ઇલેવન સાથે તેઓ આજે વાનખેડે મેદાન પર ઉતરશે. જો કે, તે પહેલાં બંને ટીમોમાં સમસ્યા છે. જો દિલ્હીની સમસ્યા બોલિંગના મોરચે છે, તો ચેન્નાઈની સમસ્યા ઓપનિંગ સાથે સંબંધિત છે. આજની મેચમાંથી 4 મોટા નામના ખેલાડીઓની ગેરહાજરીને કારણે આ ટીમોની સામે આ સમસ્યા ઊભી થઈ છે. પ્લેઇંગ ઇલેવન શું હશે તે હજી સ્પષ્ટ નથી. પરંતુ, તે ચોક્કસપણે સ્પષ્ટ છે કે 4 મોટા ખેલાડીઓ આજની મેચ રમતા નથી.
જે 4 મોટા નામ આજે રમી શકશે નહીં, તેમાંથી 3 દિલ્હી કેપિટલ્સના અને 1 ચેન્નાઈ સુપર કિંગ્સના છે. તેમાંથી 3 ખેલાડીઓ દક્ષિણ આફ્રિકાના છે જ્યારે એક ભારતીય છે. ખરેખર દિલ્હીની ટીમામાં એનરિક નોરખીયા અને રબાડા 6 એપ્રિલે જ ભારત પહોંચ્યા હતા. તેથી તેઓ અત્યારે કોરાંટાઈન છે. જ્યારે અક્ષર પટેલને કોરોના છે. અલબત્ત, તેના બે રિપોર્ટ નેગેટિવ આવી ચૂકી છે પરણતું તે હજી સંપૂર્ણ રીતે સાજો થયો નથી. બરાબર તે જ કેસ સીએસકે કેમ્પ સાથે સંકળાયેલ આફ્રિકન સ્ટાર લુંગી નાગીદિનો છે. મોડેથી ભારતમાં પહોંચવાના કારણે નાગિડી પણ કોરાંટાઈનમાં છે.
રૈના તેમજ મોઇન અલી, કૃષ્ણપ્પા ગૌતમ અને ચેતેશ્વર પૂજારાની વાપસી સાથે CSK પાસે પ્લેઇંગ ઇલેવન પસંદ કરવા માટે ઘણા વધુ સારા વિકલ્પો છે. આ સિવાય ડ્વેન બ્રાવો, રવિન્દ્ર જાડેજા, ફાફ ડુ પ્લેસીસ અને અંબાતી રાયડુનો અનુભવ ટીમ માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે આઈપીએલ 2020ની છ મેચોમાં 200થી વધુ રન બનાવીને પોતાની પ્રતિભા દુનિયા સમક્ષ રજૂ કરી હતી. સેમ કરને તેની બેટિંગ સાથે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ વર્ષે પણ ચેન્નાઈની ટીમ આ બંને ખભાના પર રહેશે.