ચેન્નાઈ સુપર કિંગ્સે બુધવારે રોમાંચક મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સને હરાવીને સીઝનની પોતાની સતત ત્રીજી જીત નોંધાવી હતી. આ જીત બાદ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે, જો કોલકાતા નાઈટ રાઇડર્સ સામેની મેચ 20 ઓવર પૂર્ણ કરી લેત તો તે એક રસાકસીની મેચ હોત, પરંતુ વિજેતા ટીમે ચોક્કસપણે વ્યૂહરચનાને સારી રીતે અમલમાં મૂકી હતી.
કોલકાતા સામે ચેન્નાઈ સુપર કિંગ્સે 221 રનનો પડકારજનક લક્ષ્ય આપ્યો હતો. કેકેઆરનો સ્કોર 19.1 ઓવરમાં 202 રનમાં થઈ ગયો. મેચ બાદ ધોનીએ હસતાં કહ્યું, "મને લાગે છે કે આ પ્રકારની મેચમાં મારા માટે (કેપ્ટન તરીકે) સરળ બન્યું છે કારણ કે 15મી થી 16મી ઓવર પછી મેચ ઝડપી બોલર અને બેટ્સમેન વચ્ચે છે. જે ટીમ જીતી ગઈ તે સંભવત: વ્યૂહરચનાને સારી રીતે અમલમાં મૂક્યો. પરંતુ જો 20 ઓવર પૂર્ણ થઈ હોત તો તે એકદમ રસાકસીની હરીફાઈ હોત. વિરોધી ટીમને માન આપવું પણ મહત્વપૂર્ણ છે."
આ મેચમાં ફાફ ડુપ્લેસીને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, જેણે અણનમ 95 રન બનાવ્યા હતા. તેણે કહ્યું, "તે ખૂબ જ આક્રમક ઇનિંગ્સ હતી. આજે હું તકનીકી રીતે વધુ સારી લાગણી અનુભવી રહ્યો છું. તે માત્ર તાલની વાત છે." ત્યારબાદ દિપક ચહરે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી શાનદાર બોલિંગ કરી અને પ્રથમ ચાર વિકેટ લીધી. તેણે કહ્યું, "મારો પ્રયાસ સતત લાઇન-લેન્થથી બોલિંગ કરવાનો હતો. અગાઉની સીઝન સારી નહોતી. હું ખુશ છું કે મેં ચાર વિકેટ લીધી."
કોલકાતા નાઈટ રાઇડર્સના કેપ્ટન ઇઓન મોર્ગને કહ્યું, "આ મેચ ઉતાર-ચઢાવથી ભરપૂર હતી. અમે બોલિંગમાં પાવરપ્લે દરમિયાન આગળ હતા પરંતુ બાદમાં થોડી છૂટક બોલિંગ અને ચેન્નાઇએ 200 રનનો સ્કોર કર્યો. ત્યારબાદ અમે નબળી શરૂઆત કરી હતી." પરંતુ હું ખુશ છું કે અમારી નીચલા મધ્યમ ક્રમે અમને મેચમાં રાખવા માટે પૂરતું પ્રદર્શન કર્યું હતું. આંદ્રે રસેલ વિશે શું કહેવું, દરેકને ખબર છે કે જ્યારે તે તેની લયમાં છે, ત્યારે તે આ ટૂર્નામેન્ટમાં સૌથી ખતરનાક ખેલાડી બની શકે છે."