• આધુનિક યુગમાં અંધશ્રદ્ધાનો વધુ એક બાળક ભોગ બન્યો

  • મધ્યપ્રદેશના 2 મહિનાના બાળકને શ્વાસ લેવામાં તકલીફ

  • માતા-પિતા બાળકને દાહોદના ભૂવા પાસે લઈને આવ્યા

  • સારવારના બહાને ભૂવાએ બાળકને શરીર પર ડામ આપ્યા

  • કતવારા પોલીસે ભૂવા વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી 

મધ્યપ્રદેશના 2 મહિનાના બાળકને શરદી-ખાંસીના કારણે શ્વાસ લેવામાં તકલીફ થતાં તેના માતા-પિતા દાહોદના ભૂવા પાસે લઈને આવ્યા હતાજ્યાં ભૂવાએ સારવારના બહાને બાળકને શરીર ઉપર ડામ આપ્યા હતા. ઘટનાની જાણ થતાં કતવારા પોલીસે ભૂવા વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અંધશ્રદ્ધાના મૂળ કેટલા ઊંડા છેતેનો વધુ એક જીવંત પુરાવ દાહોદ જિલ્લામાં જોવા મળ્યો છે. મધ્યપ્રદેશના ઝાબુઆના બામન સેમતલિયાના અરવિંદ રાણાના 2 મહિનાના પુત્ર યુવરાજને શરદી-ખાંસી અને શ્વાસની તકલીફ હતી. જેનો ઇલાજ કરાવવા ગત 23 એપ્રિલે સવારે 11 વાગ્યાના સુમારે માતા-પિતા બાળકને લઈને દાહોદ તાલુકાના જાલતમાં રહેતા ભુવા જયેશ સોલંકી પાસે પહોંચ્યા હતા.

ભુવાએ ઇલાજ કરવાના નામે ક્રૂરતાની હદ વટાવી દીધી હતી. ભુવાએ દીવો સળગાવી પાતળી સોય ગરમ કરી બાળકના નાજુક શરીર પર 4 જગ્યાએ ડામ આપ્યા હતા. જેની પીડાથી બાળકની હાલત લથડતા તેને તાત્કાલિક ઝાબુઆના દવાખાને ખસેડયો હતો. ત્યાં ફરજ પરના તબીબે બાળકની તપાસ કરતા તેના શરીર પર તાજા ડામના નિશાન જોયા હતા. ડામ આપવાના અમાનવીય કૃત્યથી બાળકની હાલત નાજુક બની હતી.

અંધશ્રદ્ધાના આ ખેલને જોઈને તબીબે પોલીસને જાણ કરી હતીત્યારે 16 દિવસ બાદ જાલતના ભૂવા સામે ગુનો દાખલ થયો છે. ઝાબુઆ પોલીસે પરિવારનું નિવેદન લીધા બાદ ઘટના દાહોદ જિલ્લાની હોવાથી આ અંગે કતવારા પોલીસને જાણ કરવામાં આવી હતીત્યારે હાલ દાહોદની કતવારા પોલીસે આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કરવા સાથે વધુ તપાસ હાથ ધરી છે.