Connect Gujarat
ગુજરાત

દાહોદ ખાતે ખરોડ મુકામે કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ કટારાએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી

દાહોદ ખાતે ખરોડ મુકામે કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ કટારાએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી
X

છેલ્લી ઘડીએ દાહોદ બેઠક પરથી કોંગ્રેસે ઉમેદવાર પરથી પરદો ઉચકતા ચીત્ર સ્પસ્ટ થયું હતું અને લોકોની અસમંજસ પુર્ણ થઈ હતી કે આખરે દાહોદ બેઠક પરથી 9 જેવા કોંગ્રેસના દાવેદારોને પછડાટ આપી બાબુભાઈ કટારાને મેન્ડેટ આપી દાહોદ લોકસભા બેઠક પરથી કાંટાની ટક્કર થવાની છે તે વાતતો નિશ્ચીત જણાઈ આવે છે અને બાબુભાઈ કટારાએ વિશાળ સભાને સંભોધી જણાવયું હતું કે આ વખતે હું દાહોદ બેઠક પરથી ત્રણ લાખથી વધુ મતોની લીડથી જીતવાનો છે અને દાહોદમાં એવી ચર્ચાઓ ચાલે છે કે દાહોદમાં કાંટાની ટક્કર થશે પણ કોઈ ટક્કર નહી થાય ત્રણ લાખ મતોથી વધુ લીડથી હુ જીતવાનો છુ તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો.

દાહોદના છાપરી ખાતે આવેલી કલેકટર કચેરી ખાતે વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને ડમી ઉમેદવાર તરીકે દાહોદ જિલ્લાના કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ કીરીટ પટેલે ડમી ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.ઉમેદવાર બાબુભાઈ કટારાની સાથે ગુજરાત કોંગ્રેસના અશોક પંજાબી જિલ્લા પ્રભારી નારણ રાઠવા ધારાસભ્ય વજેસિંહ પણદા માજી સાંસદ પ્રભાબેન તાવીયાડ ધારા સભ્ય ચંદ્રીકાબેન બારીયા જીલ્લા પ્રમુખ કીરીટ પટેલ માજી ધારાસભ્ય લલીત પટેલ માજી સાંસદ સોમજી ડામોર જેવા મહાનુભાવો ઉપસ્તિથ રહ્યા હતા.

Next Story