/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/13180607/maxresdefault-154.jpg)
ગુજરાતી
ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને નવા આયામ ઉપર લઇ જવા માટે ગુજરાત -11 ફીલ્મ મહત્વની ભૂમિકા ભજવશે. સ્પોટર્સના વિષયને સાંકળી લેતી પ્રથમ
ગુજરાતી ફિલ્મ સાથે બોલીવુડની જાણીતી અભિનેત્રી ડેઇઝી શાહ ઢોલીવુડમાં પદાર્પણ કરી
રહી છે. 29મીએ ફીલ્મ રીલીઝ થાય તે પહેલાં જ ચર્ચામાં આવી ચુકી છે. બોલીવુડના
બાદશાહ ગણાતા સલમાન ખાને પણ ગુજરાત -11 ફીલ્મનું
ટીઝર શેર કરી ફીલ્મ અંગે પોતાની ઉત્સુકતા દર્શાવી ડેઇઝી શાહને અભિનંદન આપ્યાં છે.
છેલ્લા બે દાયકાથી ફીલ્મ નિર્માણ ક્ષેત્રમાં કાઠુ કાઢનારા જાણીતા દિગ્દર્શક જયંત ગીલાટર એક નવા જ વિષય સાથે ગુજરાતી ફીલ્મ લઇને આવી રહયાં છે. પ્રોલાઇફ એન્ટરટેઇન્મેન્ટ એન્ડ પ્રોડકશન, એચ.જી. પિકચર્સ તથા વાય.ટી. એન્ટરટેઇન્મેન્ટ કંપની ફીલ્મ રસિકો માટે નવું નજરાણું લઇને આવી રહી છે. ફિલ્મની વિશેષતા એ છે કે જય હો સહિતની સફળ હીન્દી ફીલ્મો આપનાર અભિનેત્રી ડેઇઝી શાહ ગુજરાત - 11 ફીલ્મથી ગુજરાતી ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પર્દાપણ કરી રહી છે. ફીલ્મમાં પ્રતિક ગાંધી અને કેવીન દવે સહિતના નામી કલાકારો અભિનયના ઓજસ પાથરી રહયાં છે. અગાઉ રતનપુર જેવી સફળ ફીલ્મ આપનારા પ્રોલાઇફ એન્ટરટેઇન્મેન્ટ એન્ડ પ્રોડકશનના એમ.એસ. જોલી, કરણ જોલી અને યોગેશ પારીક પણ ફીલ્મને લઇ ઉત્સાહિત છે. તેમને દ્રઢ વિશ્વાસ છે કે, જયંત ગીલાટરના દીગ્દર્શન હેઠળ બનેલી અને ડેઇઝી શાહ અભિનિત ગુજરાત -11 ફીલ્મ દર્શકોને જરૂરથી પસંદ પડશે.
ગુજરાતી ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝના ઇતિહાસમાં રમતને આવરી લેવામાં આવી હોય તેવી આ પ્રથમ ફીલ્મ છે. તમને જણાવી દઇએ કે પ્રોલાઇફ એન્ટરટેઇન્મેન્ટ એન્ડ પ્રોડકશનના કરણ જોલી ફુટબોલની રમતમાં ભારે રસ ધરાવે છે. ફીલ્મનું ટીઝર રીલીઝ થયું છે ત્યારે તમને જણાવી દઇએ કે ફીલ્મનુ઼ં સંગીત પણ દર્શકોને જકડી રાખશે. બોલીવુડના જાણીતા મ્યુઝીક કંપોઝર રૂપકુમાર રાઠોડનું સંગીત અને બોલીવુડના જાણીતા ગાયકોના કંઠે ગવાયેલા ગીતો દર્શકોના મોઢે ગણગણતા થઇ જશે. અને ફીલ્મ સિનેમાગૃહોમાં આવે તે પહેલા બોલીવુડના ભાઇજાન ગણાતા સલમાન ખાને તેમના ટ્વિટર તેમજ ઇન્સટા એકાઉન્ટ પર ગુજરાત -11 ફીલ્મનું ટીઝર શેર કરી ડેઇઝી શાહને ગુજરાતી ફીલ્મોની સફર માટે અભિનંદન આપ્યાં છે. ગુજરાતી ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝને નવી ઉંચાઇઓ સુધી લઇ જવા માટે ગુજરાત- 11 ફીલ્મ તૈયાર છે અને 29મીએ નજીકના સિનેમાગૃહોમાં પ્રદર્શિત થશે.