ડાંગ : આમસરવળન ગામ નજીક જીપ પલ્ટી મારતા 2 મહિલાનું ઘટના સ્થળે મોત, અન્ય ઇજાગ્રસ્તો સારવાર હેઠળ

New Update
ડાંગ : આમસરવળન ગામ નજીક જીપ પલ્ટી મારતા 2 મહિલાનું ઘટના સ્થળે મોત, અન્ય ઇજાગ્રસ્તો સારવાર હેઠળ

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ આમસરવળન ગામ નજીક ધુલચોન્ડ રોડ પર ઘાટ ઉતરતી વેળા એક જીપને અકસ્માત નડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, આમસરવળન ગામેથી ચાંદલાની વિધિ કરવા જીપ મારફતે કેટલાક લોકો જઈ રહ્યા હતા તે દરમ્યાન જીપની બ્રેક ફેઇલ થઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં જીપ પલ્ટી મારી જતાં 2 મહિલાઓનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું, જ્યારે ઘટનામાં અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં જ ડાંગ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી હતી.

Latest Stories