ડાંગ : કોયલીપાડા જંગલ વિસ્તારમાંથી વન વિભાગની ટીમે ગેરકાયદેસર લઇ જવાતો સાગી લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો

New Update
ડાંગ : કોયલીપાડા જંગલ વિસ્તારમાંથી વન વિભાગની ટીમે ગેરકાયદેસર લઇ જવાતો સાગી લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો
Advertisment

ડાંગ જિલ્લાના ચીચીનાગાંવઠા વન વિભાગની ટીમે કોયલીપાડા જંગલ વિસ્તારમાંથી ગેરકાયદેસર લઇ જવાતો સાગી લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં સાગી લાકડાનો જથ્થો ભરેલી મારૂતિ વાન સહિત કુલ ૫૯.૬૧૦  હજારનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

Advertisment

મળતી માહિતી અનુસાર, વધઇથી ઝાવડા તરફ જતા મુખ્ય માર્ગ પરથી ગેરકાયદેસર સાગી લાકડાની તસ્કરી થવાની બાતમી દક્ષિણ ડાંગ વન વિભાગના ડીએફઓ નિલેશ પંડ્યાને મળી હતી. જે બાતમીના આધારે ચીચીનાંગાવઠા રેન્જ આરએફઓ તેમજ વનકર્મીઓની ટીમે વઘઇ ભેંસકાતરી માર્ગ પર આવેલા ઝાવડા નાકા પર રાત્રી દરમ્યાન ચેકીંગ હાથ ધર્યું હતું, ત્યારે કોયલીપાડા તરફથી એક મારૂતી વાન નં. જીજે-૧૫-ડીડી-૮૧૮૫ આવતા તેને થોભવતા વાનના ચાલકે વાનને પૂર ઝડપે હંકારી હતી, ત્યારે વનકર્મીઓએ મારૂતિ વાનનો ફિલ્મી ઢબે પીછો કરી કોયલીપાડા ગામ નજીક આવેલ જંગલ વિસ્તારમાં ઝડપી પાડી હતી. જોકે લાકડા ચોરીને અંજામ આપનાર વાન ચાલક અંધારાનો લાભ લઇ ભાગી જવામાં સફળ રહ્યો હતો. વનકર્મીઓએ મારૂતિ વાનની તલાસી લેતા અંદર છુપાવેલા ગેરકાયદે ૦૩ નંગ ૦.૪૨૩ ઘન મીટરના સાગી ચોરસા મળી આવ્યા હતા. જેની બજાર કિમત રૂ. ૨૯.૬૧૦ હજાર જ્યારે મારૂતિ વાનની કિમત રૂ. ૩૦ હજાર મળી કુલ ૫૯.૬૧૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરી નાસી છૂટેલા વાન ચાલકને વહેલી તકે ઝડપી લેવા વન વિભાગે ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories