ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા તૈયાર કરાયેલા અદ્યતન સુવિધાઓ સાથેના આવસોનો ઇ લોકાર્પણ કાર્યક્રમ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, સુબિર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમા મુખ્ય અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિત, અને ધારાસભ્ય વિજય પટેલ દ્વારા રીબીન કાપી પોલીસ આવાસનુ લોકાર્પણ કરાયુ હતુ.
કેન્દ્રિય મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ વર્ચ્યુઅલ કાર્યક્રમમા આજે રાજ્યના 25 જિલ્લામા 347 કરોડના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન સુવિધાઓ ધરાવતાં પોલીસ આવસોના ઇ લોકાર્પણ કરાયા હતા. આ પ્રસંગે રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લાના નવ નિર્મિત સુબિર તાલુકામા, જિલ્લાના પધાધિકારીઓની ઉપસ્થિતમા કાર્યક્રમ આયોજિત કરાયો હતો. ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાન અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડાંગ જિલ્લાના સુબિર તાલુકાનુ સૌ પ્રથમ વિભાજન કર્યું હતુ.
જે બાદ વહીવટી કામની વહેંચણી થઈ સુબિર ખાતે પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયત, સી.એચ.સી વિગેરે સેવાઓ ઉભી કરવામા આવી હતી. સુબિર ખાતે પોલીસ માટે આવાસની સુવિધાઓ ન હોવાથી, મુખ્ય મથક આહવાથી પોલીસ કર્મીઓને આવન જાવન કરવુ પડતુ હતુ. પરંતું સરકારે અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર કરાયેલા આવાસનુ લોકાર્પણ કરી, પોલીસ કર્મીઓને ભેટ આપી છે.
