દેડીયાપાડાના ધારાસભ્ય અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી અધ્યક્ષ મહેશભાઈ વસાવાએ પાણી મુદ્દે વ્યવસ્થા કરવા તંત્રને કરી તાકીદ

New Update
દેડીયાપાડાના ધારાસભ્ય અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી અધ્યક્ષ મહેશભાઈ વસાવાએ પાણી મુદ્દે વ્યવસ્થા કરવા તંત્રને કરી તાકીદ

૧૩ તારીખ સુધી ટેન્કર થી પણ પાણી આપવાની વ્યવસ્થા નહિ થાય તો અમે નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરીને સૌરાષ્ટ્ર જતું પાણી અટકાવીશું

આખા ગુજરાતને પાણી પુરૂ પાડતા સરદાર સરોવર નર્મદા ડેમ જે જિલ્લામાં આવેલ છે. તે જિલ્લો નર્મદા માં ઓણ હવે પાણી પ્રશ્ને આંદોલનનાં ભણકારા વાગી રહ્યા છે.દેડીયાપાડાના ધારાસભ્ય અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી અધ્યક્ષ મહેશભાઈ વસાવા એ આજે નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર આપીને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ધારાસભ્યના જણાવ્યા મુજબ ગુજરાતમાં પાણીનું સંકટ છે અને ગામડાઓમાં આજે ઓણ મહિલાઓં 2-3 કિલોમીટર સુધી માથે બેડા મૂકીને પાણી ભરવા જાય છે ત્યારે જિલ્લામાં એટલો મોટો નર્મદા ડેમ આવેલો છે ત્યારે એ પાણી સૌરાષ્ટ્ર માં આપવામા આવે છે અને ઉદ્યોગોને આપાય છે. કરજણ અને હાંફેશ્વર પાણી યોજના ફેઈલ થઈ છે અને લોકોને પાણી પણ મળતું નથી. ડુંગરાળ વિસ્તારમાં પાણી મળતું નથી જો ૧૩ તારીખ સુધી ટેન્કર થી પણ પાણી આપવાની વ્યવસ્થા નહિ થાય તો અમે નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરીને સૌરાષ્ટ્ર જતું પાણી અટકાવીશું.

Latest Stories