કહેવાય છે કે જો તમારે આગળ વધવું હોય તો પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને અલગ-અલગ રાખવી જોઈએ. આ વાત બોલિવૂડ સ્ટાર્સને પણ લાગુ પડે છે અને તેઓ તેને ખૂબ જ સારી રીતે ફોલો કરે છે. મળતી માહિતી મુજબ, અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી દીપિકા પાદુકોણ ફરી એકવાર સ્ક્રીન શેર કરતા જોવા મળવાના છે. જ્યારે પણ બંનેની જોડી સ્ક્રીન પર આવી ત્યારે ચાહકોએ તેમને ખૂબ જ પસંદ કર્યા અને આ જોડી ફરી એકવાર એક પ્રોજેક્ટ માટે સાથે છે.

દીપિકા અને રણબીરની જોડીને એકસાથે ઓનસ્ક્રીન જોવા માટે ચાહકો હજુ પણ ઉત્સાહિત છે, હાલ તો એવું લાગી રહ્યું છે કે ચાહકોની રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે, કારણ કે લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, બંને એકસાથે કામ કરવા માટે તૈયાર છે. જો કે, તેમને મોટા પડદા પર એકસાથે જોવામાં સમય લાગશે, કારણ કે આ જોડી કોઈ ફિલ્મ માટે નહીં પરંતુ કોમર્શિયલ પ્રોજેક્ટ માટે સાથે સ્ક્રીન શેર કરવાની છે. તમાશા બાદ દીપિકા અને રણબીર પહેલીવાર સાથે જોવા મળવાના છે. માહિતી અનુસાર, બંનેએ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે એટલે કે તેઓ એક જાહેરાતમાં સાથે જોવા મળી શકે છે. એવા અહેવાલો છે કે તેનું નિર્દેશન પુનિત મલ્હોત્રા કરશે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણબીર કપૂરની ફિલ્મ ‘શમશેરા’ને લઈને ચાહકોમાં ચર્ચા છે, જ્યારે તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ પણ આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે, જ્યારે દીપિકા તેની સાથે ફિલ્મ ’83’માં જોવા મળશે. પતિ રણવીર સિંહ જોવા મળ્યો હતો અને તેની ફિલ્મ ઘરૈયાં પણ ઓટીટી પર રિલીઝ થઈ હતી. આ સિવાય તે સર્કસ ફિલ્મમાં પણ જોવા મળવાની છે.