નગરપાલિકાના લેકવ્યુ પાર્કમાં મોટું ધોવાણ

વરસાદમાં પાલિકાના ‘મજબૂત’ દાવાની પોલ ખુલી

લેકવ્યુ પાર્કની દીવાલ ધરાશાયી થતા ચર્ચાઓ ઉઠી

પ્રોટેક્શન વોલ ધરાશાયી થતાં વિપક્ષ આક્રમક

લેકવ્યુ પાર્કની કામગીરી સામે ઉઠ્યા પ્રશ્નો

અંકલેશ્વરના લેકવ્યુ પાર્કમાં તળાવની પ્રોટેક્શન વોલ તૂટી પડતા નગરપાલિકા ની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે. અંકલેશ્વર શહેરના નાગરિકો માટે અંદાજે રૂપિયા 5 કરોડના ખર્ચે આકર્ષક લેકવ્યુ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા મજબૂત કામગીરીના મોટા-મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા. પરંતુ, સામાન્ય વરસાદની થપાટ પણ આ ‘મજબૂત’ પ્રોટેક્શન વોલ સહન કરી શકી નથી અને જોતજોતામાં ધરાશાયી થઈ ગઈ.

પ્રોટેક્શન વોલ ધોવાઈ જતા જ વિપક્ષી નેતાઓએ પાલિકા તંત્ર સામે મોરચો માંડ્યો છે. વિપક્ષે આ ઘટનાને નગરપાલિકાના ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો ગણાવીને તંત્ર પર તીખા પ્રહારો કર્યા છે.

હવે સવાલ એ થાય છે કે 5 કરોડના પ્રોજેક્ટમાં ગુણવત્તા સાથે સમાધાન કોણે કર્યું? શું નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાશે કે પછી દર વખતની જેમ આ મામલે પણ કાગળ પર જ તપાસ પૂર્ણ થઈ જશે?