દિલ્હી પોલીસે ડ્રગ્સના એક મોટા કન્સાઇનમેન્ટને ઝડપી પાડ્યું છે. પોલીસની સ્પેશિયલ સેલે લગભગ હજાર કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સ્પેશિયલ સેલે અંદાજીત 565  કિલોથી વધુ કોકેઇન ઝડપી પાડ્યું છે. આ મામલે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે,અને આ ડ્રગ્સ દિલ્હીમાં કોના માટે લાવ્યા હતાતેની ડિલીવરી કોને કરવાની હતીઆ ગેંગ સાથે કોણ કોણ લોકો જોડાયેલા છે તે અંગેની તપાસ પોલીસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર ડ્રગ્સ તસ્કરીનું આ ઇન્ટરનેશનલ કનેકશન હોઈ શકે છે.