યાત્રાધામ દ્વારકાનું જગત મંદિર હોળી ફુલડોલ ઉત્સવ પર ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે
યાત્રાધામ દ્વારકામાં હજારોની સંખ્યામાં ભક્તો પગપાળા ચાલી ભગવાન કળિયા ઠાકોરના દર્શનાર્થે અને ફુલડોલ ઉત્સવ ઉજવવા માટે આવે છે ત્યારે હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે. હજારો ભક્તો દર્શનાર્થે દ્વારકા આવે છે તેને લઈ જિલ્લા કલેકટર દ્વારા મંદિરમાં ભક્તોને પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે જેથી કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય જો કે મંદિર બંધ થાય તે પહેલાં ભક્તો દર્શન કરવા પહોંચી રહ્યા છે તેને ધ્યાન માં લઇ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેમાં એક એસપી , 3 ડીવાય એસપી , 5 પીઆઇ , 18 જેટલા પીએસઆઇ અને 150 જેટલા પોલીસ જવાનો તેમજ 200 જેટલા હોમગાર્ડ, જીઆરડી સહિતના જવાનો દ્વારકાધીશના મંદિર તેમજ ટાઉનમાં તૈનાત રહેશે ત્યારે દ્વારકાનું જગત મંદિર આવતી કાલથી આગામી 3 દિવસ માટે ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે દ્વારકાધીશ મંદિર , બેટ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર તેમજ નાગેશ્વર જ્યોતિર્લિંગ 27 , 28 અને 29 તારીખે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે
દેવભૂમિ દ્વારાકા: કોરોના મહામારીના પગલે જગત મંદિર આવતીકાલથી 3 દિવસ માટે બંધ
New Update