દેવભુમિ દ્વારકા : જુની નગરપાલિકા વિસ્તારમાં હોસ્પિટલ અને મેડીકલ સ્ટોરમાં લાગી આગ

New Update
દેવભુમિ દ્વારકા : જુની નગરપાલિકા વિસ્તારમાં હોસ્પિટલ અને મેડીકલ સ્ટોરમાં લાગી આગ

રાજયમાં ફાયર સેફટીના મુદ્દે સરકારની બેદરકારી છતી થઇ રહી છે. રાજયમાં એક પછી એક હોસ્પિટલમાં આગના બનાવો બની રહયાં છે. મંગળવારના રોજ દ્વારકામાં બંધ હોસ્પિટલમાં આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. આગની ઝપેટમાં નજીકમાં આવેલો મેડીકલ સ્ટોર પણ આવી ગયો હતો.

અમદાવાદની શ્રેય અને રાજકોટની શિવાનંદ હોસ્પિટલ તથા વડોદરાની સયાજી હોસ્પિટલ બાદ હવે દ્રારકાની આદિત્ય હોસ્પિટલમાં આગની ઘટના બની છે. મંગળવારના રોજ બપોરના સમયે દ્વારકાના જુની નગરપાલિકા વિસ્તારમાં આવેલી આદિત્ય હોસ્પિટલમાં અચાનક આગ લાગી હતી. આગના પગલે હોસ્પિટલનો સ્ટાફ બહાર દોડી આવતાં તેમનો બચાવ થયો હતો. આ ઘટનામાં નજીકમાં આવેલો મેડીકલ સ્ટોર પણ આગની ઝપેટમાં આવી ગયો હતો. નગરપાલિકાના લાશ્કરોએ દોડી આવી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આગમાં કોઇ જાનહાનિ થઇ નથી. શોર્ટ સરકીટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાય રહયું છે.

Read the Next Article

અંકલેશ્વર: ગડખોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વખતે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

New Update
bolld

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વખતે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાઓને આયુષ બ્લડ બેન્કના સહયોગથી અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તરત તે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ગ્રામજનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન એ જ મહાદનને સાર્થક કરવા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કેન્દ્રો પર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં લોકો ઉત્સાહભેર જોડાઈ છે
Latest Stories