દેવઉઠીઅગીયારસના શુભ દિને રાજ્યભરમાં કરાઇ તુલસી વિવાહની ભક્તિભાવપૂર્ણ ઉજવણી

New Update
દેવઉઠીઅગીયારસના શુભ દિને રાજ્યભરમાં કરાઇ તુલસી વિવાહની ભક્તિભાવપૂર્ણ ઉજવણી

દેવ ઉઠી અગિયારસ નિમિત્તે રાજ્યભરમાં તુલસી વિવાહની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીના પગલે પરંપરાગત રીતે મંદિરમાં ઉજવાતો તુલસી વિવાહ ઉત્સવ કેટલાક સ્થળોએ સાદગીપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પવિત્ર યાત્રાધામ એવા દ્વારકાના જગત મંદિરમાં તુલસી વિવાહ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન દ્વારકાધીશના તુલસી સાથેના લગ્ન ઉત્સવનું અનેરું મહત્વ છે, ત્યારે મંદિરના પરિસરમાં તુલસી વિવાહના પ્રસંગ દરમ્યાન ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો. જોકે કોવિડની ગાઈડલાઈનનું પાલન કરી તુલસી વિવાહ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

ખેડા જિલ્લાના ડાકોર સ્થિત રણછોડરાયજી મંદિરમાં તુલસી વિવાહની ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન રણછોડરાયજીને શણગાર સાથે શહેરા અને કલગીના શૃંગારથી શોભાયમાન કરવામાં આવ્યા હતા. મંગળ ગીતો અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનના તુલસીજી સાથે વિવાહ સંપન્ન થયા હતા. જોકે જીલ્લામાં વધતા કોરોના સંક્રમણને લઈ ટેમ્પલ કમિટિ દ્વારા અગાઉથી જ તુલસી વિવાહ અને દેવ દિવાળીની બંધ બારણે ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે પણ તુલસી વિવાહ પ્રસંગની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ હાલ કોરોના મહામારીના પગલે આયોજકો દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ સાદાઈથી તુલસી વિવાહ સંપન્ન કરવામાં આવ્યો હતો. જંબુસર ખાતે રામજી મંદિરમાં લાલજી ભગવાનને પરણાવવાનો ભાવિક ભક્તોએ લ્હાવો લીધો હતો. કોરોના મહામારી વહેલી તકે દેશ અને દુનિયામાંથી નાબૂદ થાય તે માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી. તુલસી વિવાહ પ્રસંગે જંબુસર નગરના ગ્રામજનો દર્શન માટે પધાર્યા હતા.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.