Connect Gujarat
ધર્મ દર્શન 

સુરેન્દ્રનગર : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે યોજાયેલ 1008 કુંડી યજ્ઞનું આયોજન "વર્લ્ડ બુક રેકોર્ડ" માટે પસંદગી પામ્યું...

1008 કુંડી યજ્ઞના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ કાર્યક્રમ "વર્લ્ડ બુક રેકોર્ડ" માટે પસંદગી પામ્યો છે

X

અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે કરાયું ભવ્ય આયોજન

1008 કુંડી યજ્ઞના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

યજ્ઞનો ભવ્ય કાર્યક્રમ વર્લ્ડ બુક રેકોર્ડ માટે પસંદગી પામ્યો

યજ્ઞમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડકની વિશેષ ઉપસ્થિતી

વિશાળ સંખ્યામાં જિલ્લાભરમાંથી શ્રદ્ધાળુઓએ હાજરી આપી

અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે સુરેન્દ્રનગર ખાતે આયોજીત 1008 કુંડી યજ્ઞના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ કાર્યક્રમ "વર્લ્ડ બુક રેકોર્ડ" માટે પસંદગી પામ્યો છે. સુરેન્દ્રનગરના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક જગદીશ મકવાણા દ્વારા લગભગ 500 વર્ષ પછી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીની દિવ્ય પ્રતિમાની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે સુરેન્દ્રનગર ખાતે આયોજીત 1008 કુંડી યજ્ઞનો ભવ્ય કાર્યક્રમ "વર્લ્ડ બુક રેકોર્ડ" માટે પસંદગી પામ્યો છે.

સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, જિલ્લાના ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ધારાસભ્ય પી.કે.પરમાર, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ વર્ષા દોશી, સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખ જીજ્ઞા પંડ્યા સહિતના રાજકીય આગેવાનો અને જિલ્લાભરમાંથી વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Next Story