માઁ ભગવતીના 9 સ્વરૂપો અને 9 દિવસ : નવરાત્રીના બીજા દિવસે કરો માઁ બ્રહ્મચારિણીની પુજા.

New Update
માઁ ભગવતીના 9 સ્વરૂપો અને 9 દિવસ : નવરાત્રીના બીજા દિવસે કરો માઁ બ્રહ્મચારિણીની પુજા.

નવરાત્રી પર્વના બીજા દિવસે માતાજીના બીજા સ્વરૂપ માઁ બ્રહ્મચારિણીની પુજા અર્ચના કરવામાં આવે છે. સાધક આ દિવસે મનને માઁના ચરણોમાં લગાવે છે. બ્રહ્મનો અર્થ તપસ્યા અને ચારિણી એટ્લે આચરણ કરનાર, આ પ્રકારે બ્રહ્મચારિણીનો અર્થ તપનું આચરણ કરનાર.

ભગવાન શંકરને પતિના રૂપમાં પામવા માટે ઘોર તપસ્યા કરી હતી, આ કઠિન તપસ્યાને કારણે આ દેવીને તપશ્ચરિણી એટલે કે, બ્રહમચારિણીના નામથી ઓળખાયા. કહેવાય છે કે, દેવી માઁ બ્રહ્મચારિણીની કૃપાથી વ્યક્તિ સર્વ પૂર્ણતા પ્રાપ્ત કરે છે. દુર્ગા પૂજાના બીજા દિવસે દેવીના આ સ્વરૂપની પુજા કરવામાં આવે છે, આ દેવીના કથા સાર પ્રમાણે એવો થાય છે કે, જીવનના કોઈ પણ કઠિન સંઘર્ષોમાં પણ મન વિચલિતના થવું જોઈએ.

दधाना करपद्माभ्यामक्षमाला-कमण्डलू ।

देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा॥

આ શ્લોકમાં અનુત્તમાનો અર્થ છે 'તેનાથી શ્રેષ્ઠ કોઈ નથી'. અને અક્ષમાલા-કમંડલુ શબ્દમાં 2 વસ્તુઓની હાજરીને કારણે કમંડલુ શબ્દ દ્વિસ્વરૂપે વપરાયો છે.

આ માતા જગતજનની જગદંબાના બીજા સ્વરૂપની કથા પ્રમાણે પૂર્વજન્મમાં આ દેવીએ હિમાલયના ઘરે પુત્રીના રૂપમાં જન્મ લીધો હતો અને નારદજીના ઉપદેશથી ભગવાન શંકરને પતિના રૂપમાં પામવા માટે ઘોર તપસ્યા કરી હતી, આ કઠિન તપસ્યાને કારણે માતાનું નામ તપશ્ચરિણી એટલે કે, બ્રહ્મચારિણી પડ્યું. તેણે એક હજાર વર્ષ માત્ર ફળો અને ફૂલો ખાઈને વિતાવ્યા અને સો વર્ષ સુધી તે માત્ર જમીન પર જ રહી અને શાકભાજી પર જીવ્યા. થોડા દિવસો સુધી સખત ઉપવાસ કર્યા અને વરસાદ અને તડકાના રૂપમાં ખુલ્લા આકાશ નીચે સખત કષ્ટો સહન કર્યા. 3 હજાર વર્ષ સુધી માતાએ તૂટેલા બિલ્વના પાન ખાધા અને ભગવાન શંકરની પૂજા કરવાનું ચાલુ રાખ્યું. આ પછી માતાએ બિલ્વના સૂકા પાન ખાવાનું પણ બંધ કરી દીધું. તે નિર્જલ રહીને અને કેટલાય હજાર વર્ષ સુધી ઉપવાસ કરીને તપસ્યા કરી અને ત્યારબાદ પાંદડા ખાવાનું પણ બંધ કર્યું હોવાથી તેનું નામ અપર્ણા રાખવામાં આવ્યંત હતું.

કઠોર તપસ્યાને કારણે દેવીનું શરીર સંપૂર્ણ રીતે નિર્જીવ થઈ ગયું. દેવતાઓ, ઋષિઓ, સિદ્ધગણો, મુનિઓ બધાએ બ્રહ્મચારિણીની તપસ્યાને અભૂતપૂર્વ પુણ્ય કૃત્ય ગણાવીને વખાણ કર્યા અને કહ્યું, "હે દેવી, આજ સુધી આટલી કઠોર તપસ્યા કોઈએ કરી નથી. આ તમારા દ્વારા જ શક્ય બન્યું છે. તમારી મનોકામના પૂર્ણ થશે અને ભગવાન ચંદ્રમૌલી શિવજીની કૃપા પામશે. અને શિવજી તમારા પતિના રૂપમાં પ્રાપ્ત થશે. હવે તમારી તપસ્યા છોડીને ઘરે પાછા ફરો. ટૂંક સમયમાં તમારા પિતા તમને બોલાવવા આવશે.

Latest Stories