શામળાજીમાં ઉજવાયો ભવ્ય રંગોત્સવ
રંગોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી
ચાંદીની પિચકારીથી શામળિયા દેવને રંગ લગાવ્યો
ભક્તો શામળિયા દેવની ભક્તિમાં બન્યા લિન
ચંદ્રગ્રહણ હોવાછતાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી
અરવલ્લી જિલ્લાના શામળાજીમાં રંગોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ચાંદીની પિચકારીથી શામળિયા દેવને રંગ લાગવવામાં આવ્યો હતો,જોકે ચંદ્રગ્રહણ હોવા છતાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.
અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે રંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ પવિત્ર અવસરે ભગવાન શામળિયાને ચાંદીની પિચકારી વડે વિવિધ રંગો છાંટીને રંગોત્સવ મનાવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા હતા.ચંદ્રગ્રહણના કારણે મંદિર વહેલી સવારે પાંચ વાગ્યે ખોલવામાં આવ્યું હતું.
વહેલી સવારથી જ શામળિયાના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા. દેવ શામળિયાને સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. રંગોત્સવ નિમિત્તે મંદિરના પૂજારીઓ દ્વારા ચાંદીની પિચકારી વડે ભગવાન શામળિયાને રંગ છાંટવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ભક્તો પર પણ રંગ છાંટવામાં આવ્યા હતા,અને ભક્તોએ પણ એકબીજાને કલર લગાવીને રંગોત્સવની ઉજવણી કરી હતી.