પંચમહાલ : પાવાગઢના ડુંગર પર ભક્તિનો રંગ,મહાકાળી માતાના સાનિધ્યમાં થયું ભવ્ય હોલિકા દહન

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર એવા પાવાગઢ ખાતે ભક્તિ અને પરંપરાનો અદભૂત નજારો જોવા મળ્યો........

New Update
  • માતાજીના જયઘોષ સાથે પાવાગઢમાં પ્રગટી હોળી

  • સુપ્રસિદ્ધ શક્તિપીઠ લાખો ભક્તોની આસ્થાનું છે કેન્દ્ર

  • માઁ કાલિકાના આંગણે વૈદિક મંત્રોચ્ચારનો ગુંજારવ સંભળાયો

  • ધાર્મિક માહોલમાં હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો

  • ભક્તોમાં અનોખો આધ્યાત્મિક ઉર્જાનો સંચાર જોવા મળ્યો  

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર એવા પાવાગઢ ખાતે ભક્તિ અને પરંપરાનો અદભૂત નજારો જોવા મળ્યો હતો. હોળીના પવિત્ર પર્વ નિમિત્તે મહાકાળી માતાજીના સાનિધ્યમાં ભવ્ય ધાર્મિક માહોલમાં હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો.

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર એવા પાવાગઢ ડુંગર પર બિરાજમાન માઁ કાલિકાના આંગણે વૈદિક મંત્રોચ્ચારનો ગુંજારવ સંભળાયો હતો. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા-અર્ચના કર્યા બાદશુભ મુહૂર્તે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. જેવી હોળી પ્રગટાવવામાં આવીકે તરત જ સમગ્ર ડુંગર વિસ્તાર 'જય માતાજીઅને 'મહાકાળી માતા કી જય'ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો.

આ પવિત્ર અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભક્તોએ હોળીની પ્રદક્ષિણા કરી ખજૂરધાણી અને નારિયેળ અર્પણ કર્યા હતા,અને માતાજી સમક્ષ પોતાના પરિવારની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. પાવાગઢ ડુંગર પર હોળી પ્રગટતાની સાથે જ આસપાસના તળેટી અને પંચમહાલના અન્ય વિસ્તારોમાં પણ હોલિકા દહનની શરૂઆત કરવામાં આવી હતી.અને ભક્તોમાં એક અનોખો ઉત્સાહ અને આધ્યાત્મિક ઉર્જાનો સંચાર જોવા મળ્યો હતો.

Latest Stories