New Update
/connect-gujarat/media/post_banners/973fba5a0275d78d397382f1f080afb9a06fac18d4104b7baa9a492e85811f72.webp)
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે 5 માર્ચ મંગળવારે સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળથી વાજતેગાજતે દર્શનીય શોભાયાત્રા નીકળી હતી ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર હળવદ રોડ, ફુલેશ્વર મંદિર, રાજકમલ ચોક, થઈ શ્રી સંત દેસળ ભગત મંદિરે પહોંચી હતી ત્યારે સંસ્કાર ધામ ગુરુકુળ રામકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ શોભાયાત્રાની તૈયારી થઈ હતી આકર્ષક ફ્લોટ્સ સાથે ભાવિકો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા જેમાં મૂર્તિઓ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે તે તમામ મૂર્તિઓ પણ શોભાયાત્રામાં રાખવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યામાં ભક્તો યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા.