Connect Gujarat
ધર્મ દર્શન 

નવરાત્રીના પાંચમા નોરતે સ્કંદમાતાને ધરાવો કેળાની ખાસ વાનગી, ઘરે બનાવવા નોંધી લો રેસેપી...

નવરાત્રીના આજે પાંચમા દિવસે સ્કંદમાતાની પુજા અર્ચના કરવામાં આવે છે. સાથે સાથે માતાજીને ભોગ પણ ધરવામાં આવે છે.

નવરાત્રીના પાંચમા નોરતે સ્કંદમાતાને ધરાવો કેળાની ખાસ વાનગી, ઘરે બનાવવા નોંધી લો રેસેપી...
X

નવરાત્રીના આજે પાંચમા દિવસે સ્કંદમાતાની પુજા અર્ચના કરવામાં આવે છે. સાથે સાથે માતાજીને ભોગ પણ ધરવામાં આવે છે. ત્યારે સ્કંદમાતાને કેળાનો ભોગ અથવા તો કેળાં માંથી બનાવેલી કોઈ મીઠાઇ કે વાનગીનો ભોગ ધરવામાં આવે છે અને આ ભોગ માતાજીને ધરીને આ પ્રસાદ બ્રહમણને આપી દેવામાં આવે છે. આમ કરવાથી મનુષ્યની બુધ્ધિનો વિકાસ થાય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે દૂધી અને કેળાની મલાઇદાર ખીર કેવી રીતે બનાવવી, તો નોંધી લો કેળાં દૂધીની ખીર બનાવવાની રેસેપી

કેળાં દૂધીની ખીર બનાવવાની સામગ્રી

· 800 ગ્રામ ફુલ ક્રીમ દૂધ

· 400 ગ્રામ છીણેલી દૂધી છૂંદેલા

· 2 પાકા કેળા

· 30 ગ્રામ માવો

· 20 ગ્રામ કાપેલી બદામ

· 10 ગ્રામ ચારોળી

· 10 ગ્રામ કાપેલા કાજુ

· 90 ગ્રામ બ્રાઉન સુગર

· 1 ચમચી એલચી પાવડર

· 25 ગ્રામ ઘી

· 8-10 કેસર

કેળાં દૂધીની ખીર બનાવવાની રેસેપી

· કેળાં અને દૂધીની ખીર બનાવવામાં માટે સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરો.

· ત્યાર બાદ તેમાં કાજુ અને બદામ ફ્રાઈ કરો.

· કેટલાક કાજુ-બદામ સજાવેટ માટે અલગથી રાખો.

· હવે તેમાં દૂધી નાંખી ધીમા તાપ પર 8-10 મિનિટ સુધી ગરમ કરો.

· ત્યાર બાદ તેમાં દૂધ નાંખી અને 25 મિનિટ સુધી ધીમા તાપ પર ગરમ કરો.

· વચ્ચે વચ્ચે આ મિશ્રણને હલાવતા રહો.

· હવે તેમાં ખાંડ અને માવો ભેળવીને 2-3 મિનિટ સુધી પાકવા દો.

· ત્યાર બાદ તેમાં એલચી પાઉડર અને કેસર નાંખો.

· હવે ખીરને સામાન્ય તાપમાન પર ઠંડી થવા દો.

· હવે કેળા નાંખીને મિક્સ કરો.

· કાજુ અને બદામથી સજાવ કરી સર્વ કરો.

· તો તૈયાર છે કેળાં અને દૂધીની ખીર, આ ભોગ માતાજીને ધરાવો.

Next Story