/connect-gujarat/media/post_banners/6a9478eec38df81114373a48fa76de9624933e77c4a8b765ed3e4a9b7d834fd5.jpg)
અમદાવાદના નરોડા વિસ્તારમાં ખોડિયાર માતાની પલ્લી નોમના દિવસે નીકળે છે જે નરોડા ગામના દરેક શેરીમાં ફેરવવામાં આવે છે. અમદાવાદના પશ્ચિમ છેડે આવેલ નરોડામાં છેલ્લા 137 વર્ષથીમાં ખોડિયારની પલ્લી કાઢવામાં આવે છે. તેની પાછળ પણ એક રહસ્ય રહેલું છે. જેમાં 137 વર્ષ પહેલા ભયંકર રોગચાળો ફાટી નીકળતા દરેક ધર્મના લોકોએ માં ખોડિયારની બાધા રાખી હતી. તેથી આ રોગચાળો નાબૂદ થતાં આજદિન સુધી માં ખોડિયારની પલ્લી કાઢવામાં આવે છે. કોરોના મહામારીમાં એક સમય રથયાત્રા બંધ રાખી હતી, પરંતુ ખોડિયાર માતાની પલ્લી કાઢવામાં આવી હતી. આ પલ્લીમાં દરેક સમાજના લોકો જોડાય છે. આજથી 137 વર્ષ જુના રૂટ પર જ આ પલ્લી દર વર્ષે કાઢવામાં આવે છે.