અમદાવાદ: નરોડામાં 137 વર્ષની પરંપરા મુજબ ખોડિયાર માતાની પલ્લી નીકળી

નરોડામાં છેલ્લા 137 વર્ષથીમાં ખોડિયારની પલ્લી કાઢવામાં આવે છે. તેની પાછળ પણ એક રહસ્ય રહેલું છે

અમદાવાદ: નરોડામાં 137 વર્ષની પરંપરા મુજબ ખોડિયાર માતાની પલ્લી નીકળી
New Update

અમદાવાદના નરોડા વિસ્તારમાં ખોડિયાર માતાની પલ્લી નોમના દિવસે નીકળે છે જે નરોડા ગામના દરેક શેરીમાં ફેરવવામાં આવે છે. અમદાવાદના પશ્ચિમ છેડે આવેલ નરોડામાં છેલ્લા 137 વર્ષથીમાં ખોડિયારની પલ્લી કાઢવામાં આવે છે. તેની પાછળ પણ એક રહસ્ય રહેલું છે. જેમાં 137 વર્ષ પહેલા ભયંકર રોગચાળો ફાટી નીકળતા દરેક ધર્મના લોકોએ માં ખોડિયારની બાધા રાખી હતી. તેથી આ રોગચાળો નાબૂદ થતાં આજદિન સુધી માં ખોડિયારની પલ્લી કાઢવામાં આવે છે. કોરોના મહામારીમાં એક સમય રથયાત્રા બંધ રાખી હતી, પરંતુ ખોડિયાર માતાની પલ્લી કાઢવામાં આવી હતી. આ પલ્લીમાં દરેક સમાજના લોકો જોડાય છે. આજથી 137 વર્ષ જુના રૂટ પર જ આ પલ્લી દર વર્ષે કાઢવામાં આવે છે.

#Connect Gujarat #Ahmedabad #પલ્લી #Amdavad Naroda #Naroda Patiya #ખોડિયાર માતાની પલ્લી #Khodiyar Mata Palli #અમદાવાદ પલ્લી #Naroda Palli
Here are a few more articles:
Read the Next Article