અમદાવાદ : મકરસંક્રાતિના તહેવારને લઇને મહત્વનો નિર્ણય, શહેરીજનોની સુવિધા માટે મેટ્રો ટ્રેન વધુ દોડાવવાનો કર્યો નિર્ણય

New Update
અમદાવાદ : મકરસંક્રાતિના તહેવારને લઇને મહત્વનો નિર્ણય, શહેરીજનોની સુવિધા માટે મેટ્રો ટ્રેન વધુ દોડાવવાનો કર્યો નિર્ણય

મકરસંક્રાતિના તહેવારને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરીજનોની સુવિધા માટે મેટ્રો ટ્રેન વધુ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે 14 અને 15 જાન્યુઆરીએ દર 20 મિનિટના અંતરાલમાં મેટ્રો ટ્રેન દોડશે.

અમદાવાદમાં મકરસંક્રાતિનું ધૂમધામથી ઉજવાય છે, આ અવસરે શહેરીજનોની સુવિધા માટે મેટ્રો ટ્રેન સર્વિસ પણ વધારી દેવાઇ છે. 14 અને 15 જાન્યુઆરીએ એમ બે દિવસ 20 મિનિટના અતરાલમાં મેટ્રો દોડશે.આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી અમદાવાદ મેટ્રો દ્વારા મુસાફરોની સેવામાં નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 14-01-2024 અને 15-01-2024ના રોજ અમદાવાદ મેટ્રો ફેઝ-1ના બંને કોરિડોર (વસ્ત્રાલ ગામથી થલતેજ અને APMCથી મોટેરા)માં મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 6.20 કલાકથી રાત્રિના 10 વાગ્યા સુધી દર 20 મિનિટના અંતર ઉપલબ્ધ રહેશે.

Latest Stories