લોહાણા સમાજના સંત શિરોમણીનું બિરૂદ પામેલા પૂજ્ય જલારામ બાપાની 223મી જન્મજયંતી પ્રસંગે અમરેલી જિલ્લાના છેવાડાના વડિયાના ખજૂરી-પીપળીયા ગામે જલારામ બાપાની યાદો આજે પણ જીવંત છે. શું છે પૂજ્ય જલારામ બાપાની યાદો, અને ને શું છે ખજૂરી-પીપળીયા ગામ સાથે જોડાયેલો નાતો. જુઓ આ અહેવાલમાં...
આ છે અમરેલી જિલ્લાના વડીયા તાલુકાનું ખજૂરી-પીપળીયા ગામ. વર્ષો પહેલા પૂજ્ય જલારામ બાપા પટેલ પરિવારને ત્યાં પધાર્યા હતા, જ્યાં જલારામ બાપાએ આપેલી લાકડીની આજે પણ પૂજા થાય છે. ખજૂરી-પીપળીયા ગામના પ્રકાશ પટેલના ઘરે આજે પણ જલારામ બાપાની લાકડીન સ્થાપન સાથે મંદિર બાનવવામાં આવ્યું છે. ભૂતકાળમાં જલારામ બાપા તેમના ગુરુને ત્યા જતા, ત્યારે આ ખજૂરી-પીપળીયા ગામમાં રોકાતા હતા. આ ગામ પહેલા ઠક્કર-પીપળીયા તરીકે જાણીતું હતું. ત્યા લોહાણા સમાજના લોકો વસવાટ કરતા હતા. પટેલ પરિવારની ચોથી પેઢીએ રામજીબાપા સત્સંગી હતા, તેથી ગામના રામજી મંદિર પર જલારામ બાપા સાથે મુલાકાત કરી હતી.
ત્યારથી જલારામ બાપા રામજી પટેલના ઘરે રોકાતા હતા. જલારામ બાપા તેમની વાડીએ સ્નાન કરી બાજરાના રોટલા અને અડદની દાળનું ભોજન લેતા હતા. એક વાર જલારામ બાપા આ પરિવારના ઘરે આવ્યા, ત્યારે તેમના ઘરે દુજાણુના હોવાથી તેમને પટેલ પરિવારને પૂછ્યું કે, કેમ આટલા પશુ હોવા છતાં દુજાણું નથી, ત્યારે જલારામ બાપાએ આ પરિવારને પોતાની લાકડી પ્રસાદીમાં આપી કહતું હતું કે, આ લાકડી તમારા રસોડામાં રાખજો, ક્યારેય દુજાણું ખૂટશે નહીં.
બસ ત્યારથી જલારામ બાપાની લાકડી આ પરિવાર પાસે પ્રસાદીરૂપમાં અકબંધ સચવાયેલી રાખવામાં આવી છે. આજે પણ આ લાકડીનુ મંદિર હયાત છે, ત્યારે પટેલ પરિવાર પણ દર્શનાર્થીઓને લાકડી બહાર કાઢી દર્શન કરાવે છે. જલારામ બાપાની આ પ્રસાદીથી પટેલ પરિવારમાં આજે કાયમી સુખ શાંતિ છે. જે તેને બાપા પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને કૃપા માને છે.
આમ તો, ખજૂરી-પીપળીયા ગામમાં આજે પણ એક "શરમળિયા દાદા" નામથી પૌરાણિક મંદિર આવેલુ છે. આ મંદિરની પૌરાણિક કથા મુજબ એક વ્યક્તિ આ ગામમાંથી મૃત્યુ પામેલ નાગ લઈને તેને ગામ બહાર ફેંકવા માટે જતો હતો, ત્યારે તેને જલારામ બાપા સામે મળે છે. જલારામ બાપા આ મૃત્યુ પામેલ નાગની મનુષ્યની જેમ અંતિમ વિધિ કરાવે છે. અને તેની સમાધી ગામના પાદરમાં અપાવે છે, ત્યા આ હાલ મંદિર નિર્માણ પામેલું છે.
આ ગામને ત્યારે મળેલા આશીર્વાદમાં આ મંદિરે આવી કોઈપણ વ્યક્તિને આવેલ ભયાનક તાવ અને તેને વહેલો સાજો કરવાની માનતા અહીં પૂર્ણ થાય છે. ઉપરાંત કોઈપણ વ્યક્તિને ઝેરી જાનવર કરડે તો આ મંદિરે માનતા કરવાથી તેનું ઝેર પણ ઉતરી જાય છે. આજે પણ જલારામ બાપા દ્વારા અપાવેલ નાગની સમાધીનું મંદિર હયાત છે. લોકો અહી પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે. એટલે જ કહી શકાય કે, ખજૂરી-પીપળીયા ગામ સાથે જલારામ બાપનો અતૂટ નાતો આજે પણ અકબંધ જોવા મળે છે.