ગીર સોમનાથ : સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનો અદ્દભુત મહાસાગર છલકાયો

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનો અદભૂત મહાસાગર છલકાયો.....

New Update
  • સોમનાથમાં શ્રદ્ધા,ભક્તિ અને આસ્થાનો મહાસાગર

  • મહાશિવરાત્રી પર્વે શિવભક્તો બન્યા શિવમયમાં લિન

  • જય સોમનાથના નાદથી વાતાવરણ શિવ-ભક્તિમાં રંગાયું

  • મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો

  • ભજન-ભોજન- અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો 

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિર ખાતે દેશભરમાંથી મોટી સંખ્યામાં શિવ-ભક્તોની ભારે ભીડ ઉમટી છે. મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો છેત્યારે 'હર હર મહાદેવઅને 'જય સોમનાથ'ના નાદ સાથે આખું વાતાવરણ શિવ-ભક્તિમાં રંગાયું છે.

સોમનાથ ટ્રસ્ટ તરફથી સચિવ યોગેન્દ્ર દેસાઈ સહિત મહાનુભાવોએ ધ્વજા પૂજા કરી મહાશિવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતોત્યારબાદ સોમનાથ મહાદેવની પ્રતિકૃતિની પૂજા કરી તેમની પાલખી યાત્રા યોજવામાં આવી હતી,તેમજ ત્રીદિવસીય મહામૃત્યુંજય યજ્ઞમાં ભાવિકો જોડાયા હતા,જ્યારે સમુદ્ર કિનારે પાર્થેશ્વર મહાપૂજનમાં હજારો ભક્તો જોડાયા હતા.મહાશિવરાત્રીના પાવન અવસર નિમિત્તે સોમનાથ તીર્થમાં ભજન-ભોજન- અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો હતો.

Latest Stories