New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
અનુપમ મિશન દ્વારા આયોજન કરાયું
શ્રાવણી સમૂહ મહાપૂજા યોજાય
મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
અંકલેશ્વરના અનુપમ મિશન દ્વારા શ્રાવણ માસના ત્રીજા સોમવાર નિમિત્તે શ્રાવણી સમૂહ મહાપૂજાનું ગડખોલ ગામમાં આવેલ સિદ્ધરુદ્ર બ્રહ્મસમાજના હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનુપમ મિશન મોગરી, આણંદના સાધુ સતીષદાસજીની ઉપસ્થિતિમાં, સાધુ મુકેશદાસજી, સાધુ ઉત્પલદાસજી , સાધુ નરેન્દ્ર દાસજી તથા યુવા સાધુ શિલ્પદાસજીએ પધારી ભક્તોને પૂજન તથા આશીર્વાદનો લાભ આપ્યો હતો.
આ પ્રસંગે બાળ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ગત વર્ષે જે વિદ્યાર્થી સારા માર્ક્સ મેળવી પાસ થયા હતા તેઓને સોનાબા કેળવણી પુરષ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.સદર કાર્યક્રમમાં સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજના પ્રમુખ એવા મહેશભાઈ, ડૉક્ટર આરજુ મંડળના યુવા આગેવાન રોહનભાઈ સહિતના આગેવાનો પણ જોડાયા હતા.
Latest Stories