અંકલેશ્વર: રાકમકુંડ સ્થિત માંડવ્યેશ્વર મહાદેવ મંદિરે માસિક શિવરાત્રી નિમિત્તે હોમાત્મક લઘુરુદ્ર યોજાયો

સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર રામકુંડમાં બિરાજમાન માંડવ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે માસિક શિવરાત્રી નિમિત્તે હોમાત્મક લઘુદ્રનું આયોજન કરવામાં આવ્યું

New Update
Mandavyeshwar Mahadev
અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર રામકુંડમાં બિરાજમાન માંડવ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે માસિક શિવરાત્રી નિમિત્તે હોમાત્મક લઘુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 3 જોડાઓએ ભાગ લઈ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દેવાધિદેવ મહાદેવને આરાધના કરી હતી.
આ ધાર્મિક કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. માંડવ્યેશ્વર મહાદેવ મંદિરે તિથિ અને તહેવારો નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાય છે જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લે છે. સાથે જ ભક્તોએ જમણી સૂંઢવાળા ક્ષિપ્રા ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવી.
Latest Stories