New Update
/connect-gujarat/media/post_banners/adc1f4db762639994f77a4e4d0c8af5a13aa941891808a6ba4ee42b49d9a60d3.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ બાબા બંસેશ્વરનાથ મહાદેવ મંદિરે શ્રીમદ ભાગવત ગીતા મહાપુરાણ કથાનું અયોજન કરવામાં આવ્યું હતું. ગત તારીખ 30મી જુલાઇથી 7મી ઓગસ્ટ સુધી અંકલેશ્વર શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ બાબા બંસેશ્વરનાથ મહાદેવ મંદિરે આયોજિત શ્રીમદ ભાગવત ગીતા મહાપુરાણ કથામાં કથાકાર દ્વારા લોકોને સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું. આ કથાનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી, જ્યારે તા. 9મી ઓગસ્ટના રોજ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે શહેરની ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અપીલ કરવામાં આવી છે.