Connect Gujarat
ધર્મ દર્શન 

અરવલ્લી : ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાના દર્શને ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર...

ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભગવાન શામળીયાને સોનાના આભૂષણો અને સોનેરી ઝરીના વસ્ત્રોથી સાજ શણગાર કરવામાં આવ્યો હતો

X

અરવલ્લી જિલ્લા સ્થિત પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે હજારો ભક્તો ઉમય્યા હતા, જ્યાં ભગવાન શામળિયાના દર્શન કરી ગુરૂભક્તોએ ધન્યતા અનુભવી હતી. આજે અષાઢ સુદ પુનમ એટલે ગુરૂપૂર્ણિમા તરીકે ઉજવાય છે. આ દિવસે ગુરૂ પૂજનનું વિશેષ મહત્વ હોય છે, ત્યારે કેટલાક ભક્તો ગુરૂ ગાદી, જ્યારે કેટલાક ભક્તો પોતાના આરાધ્ય દેવના દર્શન કરી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરતાં હોય છે..

ત્યારે અરવલ્લી જિલ્લા સ્થિત પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે ગુરૂપૂર્ણિમાના પાવન અવસરની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂપૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શને ઉમટ્યા હતા, અને પોતાના ગુરૂ અને આરાધ્ય દેવના દર્શન કરી ધન્ય બન્યા હતા. ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભગવાન શામળીયાને સોનાના આભૂષણો અને સોનેરી ઝરીના વસ્ત્રોથી સાજ શણગાર કરવામાં આવ્યો હતો. નિજ મંદિરને પણ ફૂલોથી શણગારવામાં ભક્તોમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું.

Next Story