Connect Gujarat
ધર્મ દર્શન 

કલા અને સ્થાપત્યના સોખીન સોલંકી શાસકોએ 12મી સદીમાં કર્યું હતું જસમલનાથજી મહાદેવ મંદિરનું નિર્માણ, વાંચો રોચક ઇતિહાસ...

કલા અને સ્થાપત્યના સોખીન સોલંકી શાસકોએ 12મી સદીમાં કર્યું હતું જસમલનાથજી મહાદેવ મંદિરનું નિર્માણ, વાંચો રોચક ઇતિહાસ...
X

રાષ્ટ્રીય સ્મારક જસમલનાથજી મહાદેવનું મંદિરનો ઇતિહાસ કાંઈક અનોખો છે, કહેવાય છે કે પાટણની પ્રભુતાનું સૂર્ય સોલંકી રાજાઓના કાળમાં તપતો હતો, સોલંકી શાસકો કલા અને સ્થાપત્યના ભારે સોખીન હતા તો આવું જ એક મંદિર સોલંકીઓની કલા સ્થાપત્યની સુજ-બુજને સાચવીને હજુ પણ અડીખમ ઊભું છે, આસોડા-દેવડા ગામે વિજાપુર તાલુકાનાં આ ગામે સચવાયેલું જસમલનાથજી મંદિર શિવપંચાય શૈલીનું છે.

વાત કરીએ તો આસોડા- દેવડાનો ઇતિહાસ કાઈંક અલગ જ છે, આબુની પર્વત માળાઓની ઉત્તર દિશાએ વર્ષો પહેલા વિશાળ ઘાશિયા મેદાનો હતા. એ વિસ્તારમાં દેવડા ચૌહાણ નામની એક રાજપૂત જાતિ ઘોડાના ઉશાળ સાથે જોડાયેલી હતી, તે વેળાએ લશ્કરમાં ઘોડાની સૌથી વધુ જરૂરિયાત રેતી સોલંકી શાસકોને લશ્કર માટે ઘોડા આ દેવડા જાતિ પૂરા પાડતી હતી. સિદ્ધરાજે દેવડા રાજપુતોને પાટણના પ્રદેશમાં વસવા આજ્ઞના કરી સિદ્ધરાજે હાલના વર્તમાન સમયના કુકરવાડા,સોખડા તાલુકો વિજાપુર આસપાસનો વિશાળ પ્રદેશ દેવડા ચૌહાણને રહેવા માટે આપ્યું તેવું સિદ્ધરાજના લશ્કર માટે ઊંચી ઓલાદના ઘોડા ઉછેરવા માંડ્યા અહી સ્થિત થયા પછી આસોડા નામનું ગામ વસ્યું તેથી આ ગામ આસોડા-દેવડા તરીકે પ્રચલિત છે.



રાજા સિદ્ધરાજનું ગુજરાત રાજયનું નિર્માણ કરવાનું તેનું સંકલ્પ હતું, તેમણે ગંધ માદન પ્રકારના પ્રાસાદ પૈકીનું શિવ પંચાયત મંદિર બાંધવા શિલ્પીઓને આદેશ કર્યો કેમ કે ભગવાન શિવજીએ સ્વપ્નામાં આવું મંદિર બાંધવા સિદ્ધરાજ જયસિંહને આદેશ કર્યો હતો, પ્રારંભમાં યજ્ઞના રાજા કુબેરનું મંદિર અહી બંધાયું 6થી 7 ફૂટ ઊંચી વિશાળ મુર્તિ સ્વરૂપે આજે પણ આસોડાના પાદરે ઊભેલી જોય શકાય છે, આ જસમલનાથજી મહાદેવનું મંદિર બાંધવાની કામગીરી પાચ વર્ષ સુધી સતત ચાલી હતી તેમ મનાય છે આ સ્થાપત્યનો પરિચય છે.

ઇ. સ 12મી સદીમાં બંધાયેલા આ મંદિર ની વિશેષ્ટતા એ છે કે તે મુખ્ય શિવમંદિર છે, જેની ફરતે ચાર ખૂણે સૂર્યમંદિર, વિષ્ણુમંદિર,ગણેશમંદિર અને શક્તિમંદિર આવેળ હોય આ પંચાયશૈલીની રચના થાય છે, આસોડા ગામે જસમલનાથજી મંદિર તરીકે ઓળખાતું આ મંદિર આવી જ હાલતમાં જળવાયેલું આમ સતાકાળની થપાટ લાગતાં શિલ્પ સ્થાપત્ય કંડિત બન્યા છે, પ્રવેશ દ્વારની વાત કરીએ તો પ્રવેશ દ્વાર પર એક તોરણ હતું આજે ટેન સ્તંભ હજુ પણ ઊભા રહેલા છે, ઊંચીપીટીકા પર રચાયેલા આ મંદિર નું બારીક કોતરકામ શિલ્પની વૈવિધત્યતા સાંસારિકજીવન, કન્યાવિદાય શિકાર, ગણેશ,વાદક, દેવાંગનાઓ, કુબેર,ચામુંડા, ગજધર,હસ્તાક્ષર વગેરે શિલ્પો સુંદર છે, મંદિરની નીચે એક ભોયરું છે, તે હાલમાં બંધ કરવામાં આવ્યું છે,

Next Story