Connect Gujarat
ધર્મ દર્શન 

બનાસકાંઠા : યાત્રાધામ અંબાજી શક્તિપીઠ ખાતે 64 નારી શક્તિઓએ માઁ અંબાને ધરવ્યો 56 ભોગનો પ્રસાદ...

56 ભોગનો પ્રસાદ માઁ અંબાને ધરાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. 64 નારી શક્તિઓએ માઁ અંબાના મંદિરના શિખર પર ઘજા પણ અર્પણ કરી હતી

X

માઈભક્તોની આસ્થાનું કેન્દ્ર યાત્રાધામ અંબાજી શક્તિપીઠ

રાજ્યભરમાંથી 64 મહિલાઓ પહોચી માઁ અંબાના દર્શને

64 નારી શક્તિઓએ માઁ અંબાને ધરવ્યો 56 ભોગ પ્રસાદ

મહિલાઓએ મંદિરના શિખર પર ઘજા પણ અર્પણ કરી

ટ્રેડિશનલ ડ્રેસમાં નારી શક્તિ ચાચર ચોકમાં ગરબે ઘૂમી

બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી શક્તિપીઠ ખાતે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી 64 મહિલાઓ માઁ અંબાને 56 ભોગ ધરાવવા આવી પહોચી હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે લાખો માઈભક્તો માઁ અંબાના આશિર્વાદ મેળવવા આવતા હોય છે, ત્યારે અંબાજી ખાતે ગુજરાતના અલગ અલગ જિલ્લા અને 11 શહેરોમાંથી 64 નારી શક્તિ અંબાજી આવી પહોચી હતી.

આ મહિલાઓએ પોતાના ઘરે બનાવેલો 56 ભોગનો પ્રસાદ માઁ અંબાને ધરાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. 64 નારી શક્તિઓએ માઁ અંબાના મંદિરના શિખર પર ઘજા પણ અર્પણ કરી હતી. અંબાજી ખાતે 64 મહિલાઓ કે, જે 'રસોઈ ની રાણી' નામનું ગ્રુપ પણ ચલાવી રહી છે, અને પોતે બનાવેલો 56 ભોગનો પ્રસાદ માઁ અંબાને નારીશક્તિ પ્રતીકરૂપે ધરાવીને ધન્યતા અનુભવી હતી. આ નારીશક્તિના પ્રતીકરૂપી 64 મહિલાઓ ટ્રેડિશનલ પોશાકમાં માઁ અંબાના ચાચર ચોકમાં ગરબે પણ ઘૂમી હતી.

Next Story