Connect Gujarat
ધર્મ દર્શન 

BCCI એ અંડર-19 એશિયા કપ 2023 માટે 15 સભ્યોની ટીમની કરી જાહેરાત

BCCI એ અંડર-19 એશિયા કપ 2023 માટે 15 સભ્યોની ટીમની કરી જાહેરાત
X

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ અંડર-19 એશિયા કપ 2023 માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. પંજાબ તરફથી રમતા ઉદય સહારનને આ ટીમની કમાન સોંપવામાં આવી છે. આ ટુર્નામેન્ટનું આયોજન દુબઈની યજમાનીમાં કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ 8 ડિસેમ્બરથી શરૂ થશે જ્યારે ફાઈનલ મેચ 17 ડિસેમ્બરને રવિવારે રમાશે.

ભારતીય ટીમ અંડર-19 એશિયા કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. એટલે કે આ પહેલા ગત સિઝનમાં ભારતે આ ખિતાબ જીત્યો હતો. ભારતની અંડર-19 ટીમ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે. અંડર-19 ભારતીય ટીમે સૌથી વધુ 8 ટ્રોફી પોતાના નામે કરી છે. આ વખતે જૂનિયર ક્રિકેટ કમિટી દ્વારા 2023 એશિયા કપ માટે 15 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી છે. ટીમમાં ત્રણ ટ્રેવિલિંગ સ્ટેન્ડબાય ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટીમના ચાર રિઝર્વ ખેલાડીઓની પણ જાહેરાત કરવામાં આવી છે, જેઓ ટીમ સાથે દુબઈ નહીં જાય.

અર્શિન કુલકર્ણી, આદર્શ સિંહ, રુદ્ર મયુર પટેલ, સચિન ધસ, પ્રિયાંશુ મોલિયા, મુશીર ખાન, ઉદય સહારન (કેપ્ટન), અરવેલી અવનીશ રાવ (વિકેટકીપર), સૌમ્ય કુમાર પાંડે (વાઈસ-કેપ્ટન), મુરુગન અભિષેક, ઇનેશ મહાજન (વિકેટકીપર) ), ધનુષ ગૌડા, આરાધ્ય શુક્લા, રાજ લિંબાણી, નમન તિવારી.

Next Story