Connect Gujarat
ધર્મ દર્શન 

અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા તમામ માર્ગો

અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા તમામ માર્ગો
X

અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. અંબાજી જતાં તમામ માર્ગો હાલ બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે. બનાસકાંઠા કલેકટર દ્વારા અંબાજી મહા મેળાનો પ્રારંભ કરાવાયો છે. મેળાના પ્રથમ દિવસથી ભક્તો દર્શન માટે પહોંચ્યા છે. સાત દિવસમાં લાખો ભક્તો પગપાળા માના દર્શન કરવા પહોંચશે.

અંબાજી ભાદરવી પૂનમના મેળોમાં આ વર્ષે દૂરદૂરથી લાખોની સંખ્યામાં પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે. જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા એડવાન્સમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અંબાજી આવતા પદયાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે અને સરસ દર્શન થાય તે માટે રેલીંગની વ્યવસ્થા કરી દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો છે. મેળા દરમિયાન વહેલી સવારે 5 વાગ્યાથી માઇભક્તો માતાજીના દર્શન કરી શકશે. મેળા દરમિયાન સતત સ્વચ્છતા જળવાય તે માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે.

મેળા દરમિયાન અંબાજી ખાતે કંટ્રોલ રૂમ, યાત્રિકો માટે પીવાના પાણી, વીજળી, આરોગ્ય, એસ.ટી.બસ સુવિધા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી, સ્વચ્છતા, રસ્તા રિપેરીંગ, વિસામા કેન્દ્રો, અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે.

Next Story