ભરૂચ: આશ્રય સોસાયટીમાં આવેલ જગન્નાથ મંદિરેથી નિકળશે ભવ્ય રથયાત્રા

રથયાત્રા મંદિરેથી નીકળી નંદેલાવ, લીંક રોડ થઈ શકતીનાથ ખાતે પહોંચશે જ્યાં ભગવાન જગન્નાથની મહાઆરતી કરવામાં આવશે ત્યારબાદ પ્રભુ નીજ મંદિરે પરત ફરશે જ્યાં મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે

New Update
આવતીકાલે અષાઢી બીજનો રૂડો અવસર
ભગવાન નિકળશે નગરચર્યાએ
આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી આયોજન
ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું
રથયાત્રામાં જોડાવા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ
ભરૂચની આશ્રય સોસાયટીમાં આવેલ જગન્નાથ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળે છે. ભરૂચ અને અંકલેશ્વરમાં મળીને ત્રણ સ્થળેથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભરૂચની આશ્રય સોસાયટીમાં આવેલ જગન્નાથ મંદિર ખાતેથી આવતીકાલે ભવ્ય રથયાત્રા નીકળશે.
બપોરે દોઢ કલાકે આ રથયાત્રા મંદિરેથી નીકળી નંદેલાવ, લીંક રોડ થઈ શકતીનાથ ખાતે પહોંચશે જ્યાં ભગવાન જગન્નાથની મહાઆરતી કરવામાં આવશે ત્યારબાદ પ્રભુ નીજ મંદિરે પરત ફરશે જ્યાં મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
રથયાત્રાના રૂટ પર કાદવ કિચડના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. નગર સેવા સદન દ્વારા તાજેતરમાં જ આ માર્ગ પર સાફ-સફાઈ કરવામાં આવી હતી પરંતુ વરસાદના કારણે માર્ગની બાજુમાં રહેલો કાદવ કિચડ રોડ પર આવી ગયો છે જેના કારણે રથયાત્રા સમયે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવશે.રથયાત્રાના પર્વને લઈને આયોજકો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા આયોજકો દ્વારા ધર્મ પ્રેમી જનતાને આમંત્રણ પાઠવાયુ છે..
Latest Stories