New Update
/connect-gujarat/media/post_banners/6fa7fbb95434a2055eb8742173a8c67dbd1dd53ec0207ffe6466f3d1840f44e1.webp)
રવિવારના રોજ હાંસોટના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમ ખાતેથી પાલખી યાત્રાનું ભવ્ય આયોજન આચાર્ય ભાવિનપંડ્યા , આચાર્ય મનન પંડ્યા તથા દત્તાશ્રય પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સવારે ૧૦:૦૦ કલાકે દત્તાશ્રય ધામે ગુરુ મહારાજનું પાદુકા પૂજન ધાર્મિક વિધિ અનુસાર કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/post_attachments/0021729428d97de600262db2422bde1b670944c5fe8f9e1eb3147479f4bae3ba.webp)
પાલખી યાત્રાનો બપોરે ૩:૦૦ કલાકે દત્ત મંદિર કોસંબાથી પ્રારંભ થયો હતો અને સાંજે ૭ કલાકે ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય ધામ ખાતે પહોંચી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા. પાલખી યાત્રા બાદ દત્તાશ્રય ધામ ખાતે હજાર દિવડાઓથી ભગવાન દત્તની આરતી કરવામાં આવી હતી જેનો ભાવિક ભકતોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી
Latest Stories