Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ : 3 પંચો દ્વારા યોજાતા છડી ઉત્સવનું સંધ્યાકાળે સમાપન કરાયું, માનવ મહેરામણ ઊમટ્યું...

ભરૂચના ખારવા, ભોઈ અને વાલ્મિકી સમાજ દ્વારા છડી ઉત્સવ મનાવવામાં આવે છે

X

સમગ્ર દેશમાં એક માત્ર ભરૂચ શહેરમાં ભરાતા મેઘરાજાના મેળામાં છડી દશનના દિવસે છડી પરત પોતાના સ્થાનક ઉપર લાવી છડી પવૅનું સમાપન કરાયુ હતું. ભરૂચના ખારવા, ભોઈ અને વાલ્મિકી સમાજ દ્વારા છડી ઉત્સવ મનાવવામાં આવે છે અને આજે છડી દશમના દિવસે છડીના એક રાત્રિના રોકાણ માટે અન્ય સ્થળે નોમના દિવસે લઈ જઈ દશમના દિવસે પરત પોતાના સ્થાનક ઉપર લાવી છડી પવૅનું સમાપન કરાયુ હતું. છડી જયારે રોડ પરથી પસાર થાય છે ત્યારે લોકો શ્રધ્ધાભેર નીચે જમીન પર બેસી જાય છે. આમ કરવાથી સ્વાસ્થય સારૂ રહેતું હોવાની માન્યતા છે.

અને છડી તેમના પરથી પસાર થઇ જાય છે. છડી તેમના ઉપરથી પસાર થયે માતાજીના આશીષ મળે છે. ત્રણેય છડી ઉત્સવ દશમની સંધ્યા કાળે પોતપોતાના ઘોઘારાવ મંદિરમાં સાડા ત્રણ દિવસ માટે પ્રગટાવેલ અખંડ જ્યોત ઘોઘારાવના ઝુમ્મર હલવા સાથે આપોઆપ બુઝાઈ જતો હોય છે અને આ નજારો જોવા માટે ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડતુ હોય છે અને ત્યારબાદ છડી ઉત્સવનું સમાપન કરવામાં આવે છે...

Next Story