ભરૂચ: આસો નવરાત્રીની આઠમ નિમિત્તે પૌરાણીક અંબાજી મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી

ભરૂચમાં અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર અને આ મંદિરને શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે..

New Update
  • નવરાત્રી તેના અંતિમ ચરણમાં

  • આજે આસો નવરાત્રીની આઠમની ઉજવણી

  • દાંડિયા બજારમાં આવેલ અંબાજી મંદિરે ભક્તોની ભીડ

  • અંબાજી મંદિરને મળ્યો છે શક્તિપીઠનો દરજ્જો

  • માતાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી

આજે આસો નવરાત્રીની આઠમ નિમિત્તે ભરૂચના દાંડીયા બજાર વિસ્તારમાં આવેલ અતિ પૌરાણીક અને શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે દર્શનાર્થીઓની ભીડ  જોવા મળી હતી.
ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અને સૈકા જૂનું અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે આજે આસો નવરાત્રીની આઠમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતાજીના હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચમાં અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર અને આ મંદિરને શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે. 
મોટા અંબાજી જેટલું જ મહત્વ દાંડિયા બજારનું શક્તિપીઠ અંબાજી મંદિર ધરાવે છે. મોટા અંબાજી મંદિરમાં જે ધાર્મિક પૂજા વિધિ થાય છે તે પ્રમાણે જ આ અંબાજી મંદિરમાં પણ ધાર્મિક વિધિ યોજાય છે.આજે આસો નવરાત્રીની આઠમના દિવસે સવારથી જ દાંડિયા બજાર સ્થિત શ્રી અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે  દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. આજે  આઠમ નિમિત્તે ભક્તોએ માં અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Latest Stories