/connect-gujarat/media/post_banners/c83ace2414ed0d8d3c6928e2aab9226296f8998192f306d7bb46c95eb3076fd6.jpg)
શનિ જયંતિ અને સોમવતી અમાસનો સુમેળ ભર્યો સંગમ યોજાયો છે. ભરૂચના દાંડિયા બજાર સ્થિત શનિ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં ભૃગુઋષિ મંદિર નજીક આવેલા શનિદેવ મંદિર એ પણ ભક્તિભાવપૂર્ણ શનિ જયંતિ ની ઉજવણી કરી હતી. સવારથી જ મોટી માત્રામાં ભક્ત ગણો ઉપસ્થિત રહી શનિ મહારાજની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. શનિ જયંતિ અને સોમવતી અમાસનો સુમેળ ભર્યો સંગમ યોજાયો છે.
હિન્દુ ધર્મગ્રંથો અને સંસ્કૃતિમાં સોમવતી અમાસ અને શનિ જયંતિના પાવન પર્વને ખૂબ લાભદાયક માનવામાં આવ્યું છે. આજે સોમવતી અમાસની સાથે શનિ મહારાજની પાવનકારી જયંતિ મનાવવામાં આવી રહી છે. કષ્ટોને હરનારા દેવ શનિ મહારાજ તેલ અડદ અને આંકડાની પુષ્પમાળાઓનો અભિષેક રીને શનિ મહારાજની કૃપા તેમના અને તેમના પરિવાર પર સદાય જળવાઈ રહે તેવી ભક્તો પ્રાર્થના સાથે પૂજા કરી રહ્યા છે.