ભરૂચ અને અંકલેશ્વરમાં ઇદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સરકારની ગાઈડ લાઇન અનુસાર ઠેર ઠેર ઝૂલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇસ્લામ ધર્મના અંતિમ પયગમ્બર હઝરત મહંમદ જેમને અલ્લાહે પોતે દેવદૂત જિબ્રાઈલ દ્વારા કુરાનનો સંદેશ આપ્યો હતો. મુસ્લીમ સમાજ હંમેશા તેમના માટે સંપૂર્ણ આદર ભાવ ધરાવે છે.
આ દિવસે આખી રાત પ્રાર્થના ચાલે છે. મહમદ પયગંબરના પ્રતીકાત્મક પગલાઓના નિશાન પર પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસ પેગંબર મોહમ્મ્દ હજરત સાહેબને વંચાય છે અને તેમને યાદ કરાય છે. ઇસ્લામનું સૌથી પવિત્ર પુસ્તક કુરાન પણ આ દિવસે વાંચવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે નિયમોનું પાલન કરવાથી, તે લોકો અલ્લાહની નજીક જાય છે અને અલ્લાહની દયા તેના પર હોય છે.ઇદે મિલાદની ઉજવણી માટે રાજ્ય સરકારે શરતી છૂટછાટ આપી છે.
આ વર્ષે ગુજરાતમાં ઇદે મિલાદ નિમિત્તે સરકારે જૂલુસ કાઢવા પણ લીલીઝંડી આપતા ભરૂચ અંકલેશ્વરમાં મુસ્લિમ બિરાદરોએ ઇદે મિલાદની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.ભરૂચમાં ઈદ-એ-મિલાદ ઉજવણીના ભાગરૂપે સવારથી ગલી અને મહોલ્લાઓમાં નાના બાળકો અને મોટાઓએ કોરોના ગાઈડલાઈનને ધ્યાને રાખીને ઝુલુસ કાઢી તહેવારની ઉજવણી કરી હતી.